તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેથામ્ફેટામાઇન અને નશીલા ઇન્જેકશન વેચતી મહિલા ઝબ્બે

મેથામ્ફેટામાઇન અને નશીલા ઇન્જેકશન વેચતી મહિલા ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંદલજા વિસ્તારમાં મેથામ્ફેટામાઇન પાઉડર અને પેન્ટાઝોસીન ઇંજેકશન વેચતી મહિલાને શહેર એસઓજી પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે તેની પાસેથી 370 નંગ પેન્ટાઝોસીન ઇંજેકશન અને 8 ગ્રામ મેથામ્ફેટામાઇન પાઉડરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.

તાંદલજાના મરિયમ પાર્કમાં રહેતી નશીમ નજીર પટેલ નામની મહિલા નશીલા પદાર્થોનું વેચાણ કરતી હોવાની બાતમી શહેર એસઓજી પીઆઇ એચ.એમ.ચૌહાણને મળતાં પોલીસે મહિલાના મકાનમાં દરોડો પાડ્યો હતો. પજેમાં 370 નંગ શિડયુલ્ડ એચ-1 ડ્રગ્સ પેન્ટાઝોસીન ફોર્ટ્વીન ઇંજેકશન અને 8 ગ્રામ મેથામ્ફેટામાઇન પાઉડર મળ્યો હતો. પોલીસે તેની પાસેથી 18560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે નશીમ ડ્રગ્સના બંધાણી લોકોને એક ઇન્જેકશન 200 રૂપિયામાં તથા પાઉડર (ડ્રગ્સ)ની પડીકી 500 રૂપિયામાં વેચતી હતી.ઇન્જેકશનો તથા પાઉડર અકોટા વુડાના મકાનમાં રહેતો ઇમ્તીયાઝ જુમ્માશા દીવાન લાવીને આપતો હોવાનું મહિલાએ જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે નશીમ મૂળ માસર રોડની વતની છે અને 2 વર્ષ પહેલાં તેનો પતિ મૃત્યુ પામ્યો છે. તાંદલજામાં ભાડેથી મકાન રાખીને પરશુરામ ભઠ્ઠામાં ગોળી બિસ્કિટ અને પરચૂરણ સામાનની દુકાન ચલાવે છે. છેલ્લા 5 માસથી તે ડ્રગ્સનો વેપલો કરે છે.

7 માસમાં ડ્રગ્સના 5 કેસ
શહેર પોલીસે ડ્રગ્સના કારોબાર પર શિકંજો કસીને સાડા સાત માસમાં ડ્રગ્સના પાંચ કેસ કર્યા છે. અગાઉ પેન્ટાઝોસીન ઇન્જેકશનોના કોમર્શિયલ જથ્થાના ત્રણ તથા ગાંજાનો એક કેસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...