Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - MSUના હંગામી કર્મચારીઓનું હવે પી.એફ કપાશે

MSUના હંગામી કર્મચારીઓનું હવે પી.એફ કપાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:06 AM

મ.સ.યુનિ.માં હંગામી ધોરણે કામ કરતા 600 જેટલા બિનશૈક્ષણિક કર્મચારીઓના પગારમાંથી અત્યાર સુધી પી.એફ કાપવામાં આવતું ન...

  • Vadodara - MSUના હંગામી કર્મચારીઓનું હવે પી.એફ કપાશે
    મ.સ.યુનિ.માં હંગામી ધોરણે કામ કરતા 600 જેટલા બિનશૈક્ષણિક કર્મચારીઓના પગારમાંથી અત્યાર સુધી પી.એફ કાપવામાં આવતું ન હતું. જેના કારણે યુનિ. સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવતા તાજેતરમાં યોજાયેલ સિન્ડિકેટની બેઠકમાં આ મુદ્દાને પણ ચર્ચા કરવામાં આવી હતી. જો યુનિ. દ્વારા આ હંગામી કર્મચારીઓનું પી.એફ કાપવામાં આવે તો વર્ષે 1.5 કરોડનું ભારણ યુનિવર્સીટીને થઇ શકે છે. પરંતુ પ્રધાનમંત્રીની પ્રોવિડન્ટ ફંડ માટેની યોજના અંતર્ગત લાંબાગાળે તેનો ફાયદો યુનિવર્સીટીને થતો હોવાથી સિન્ડિકેટ દ્વારા સૈદ્ધાંતિક રીતે હંગામી કર્મચારીઓના પગારમાંથી પી.એફ કાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending