Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » 9 ફૂટથી ઊંચી પ્રતિમા સામે અભિયાન તેજ 10થી વધુ મૂર્તિકારોને પોલીસનું તેડું

9 ફૂટથી ઊંચી પ્રતિમા સામે અભિયાન તેજ 10થી વધુ મૂર્તિકારોને પોલીસનું તેડું

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:06 AM

શહેરમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવા સામે પોલીસે અભિયાન તેજ કર્યું છે. રવિવારે સાંજે પોલીસે સરદાર એસ્ટેટ...

  • 9 ફૂટથી ઊંચી પ્રતિમા સામે અભિયાન તેજ 10થી વધુ મૂર્તિકારોને પોલીસનું તેડું
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શહેરમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવા સામે પોલીસે અભિયાન તેજ કર્યું છે. રવિવારે સાંજે પોલીસે સરદાર એસ્ટેટ વિસ્તારમાં તથા પાણીગેટ ગણેશનગર વિસ્તારમાંથી 10થી વધુ મૂર્તિકારોને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પોલીસે મૂર્તિકારો સાથે વાટાઘાટો કરી હતી. કેટલાક મૂર્તિકારોએ પ્રતિમાની ઊંચાઇ ઘટાડવાની ખાતરી આપી હતી.

    આગામી ગણેશોત્સવમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવા કે સ્થાપના કરવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રગટ કરી મનાઇ ફરમાવી હતી. જો કે શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં તથા પાણીગેટ ગણેશનગર વિસ્તારમાં મૂર્તિકારોએ 9 ફૂટથી ઊંચી પ્રતિમાઓ બનાવી હોવાનું જાણવા મળતાં રવિવારે સાંજે બાપોદ પોલીસ અને પાણીગેટ પોલીસ મૂર્તિકારો પાસે પહોંચી હતી અને 10થી વધુ મૂર્તિકારોને પોલીસ સ્ટેશનમાં લાવીને બેસાડ્યા હતા અને પૂછપરછ કરી હતી. પોલીસે અન્ય મૂર્તિકારો વિશે પણ તપાસ શરૂ કરી હતી.

    પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે મૂર્તિકારોએ 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવતાં તેમની પૂછપરછ કરાઇ હતી. કેટલાક મૂર્તિકારોએ તેમણે બહારના રાજ્યનાં મંડળોના ઓર્ડરથી મૂર્તિ બનાવી હોવાનું જણાવ્યું હતું. 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવા સામે પોલીસનું અભિયાન ચાલિ જ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, પીઓપી અને થર્મોકોલની પ્રતિમાઓ 5 ફૂટથી ઊંચી બનાવવા કે સ્થાપના કરવા અને પરિવહન કરવાની મનાઇ ફરમાવાઇ છે.

    પોઝિટિવ

    કેટલાક મૂર્તિકારોએ પ્રતિમાની ઊંચાઇ ઘટાડવાની ખાતરી આપી, અિભયાન ચાલુ રાખવા પોલીસ કમિશનરનો િનર્ધાર

    નવો લુક/સુરસાગરનો કાયાકલ્પ, રજવાડી શાનથી શોભશે

    શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તલાવનો કાયાકલ્પ થવા જઇ રહ્યો છે. રિનોવેશન પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે પ્રથમ વખત સુરસાગરને રજવાડી શાન સમાન પિલરથી સુશોભિત કરી સુરક્ષિત કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ સેમ્પલ તૈયાર કર્યાં છે. જે રાત્રીના લાઇટિંગમાં રજવાડી શાનનો નજારો આપે છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં નવી તમામ કંપાઉન્ડ વોલ લાલ કલરના પિલર પર રજવાડી હેરિટેજ લુકમાં તૈયાર કરવામાં આવી રહી છે.

    સુરસાગરના બદલે 18 તળાવોમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાશે

    વડોદરા. શહેરનાં તળાવોમાં બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને સુરસાગર પણ ખાલી કરી તેના બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે પાલિકાએ 18 તળાવો ફાળવવા મંજૂરી આપી છે.

    સામાન્ય રીતે,શ્રીજી વિસર્જન સહિતનાં વિસર્જનો સુરસાગરમાં કરવાની વર્ષોથી પરંપરા ચાલી રહી હતી પરંતુુ તળાવો શુદ્ધ રહે તે માટે પ્રથમ વખત સુરસાગરમાં વિસર્જન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને શ્રીજી વિસર્જન માટે નવલખી કમ્પાઉન્ડમાં ક્રોકોડાઇલ પાર્કવાળી જગ્યામાં કૃત્રિમ તળાવ બનાવાઇ રહ્યું છે. જોકે, આ સ્થિતિમાં, દશામાના વ્રતનો પ્રારંભ થઇ ચૂકયો છે અને દશામાની મૂર્તિનું વિસર્જન તા.20મીએ રાતથી તા.21મીની સવાર સુધી ચાલશે ત્યારે મૂર્તિનું વિસર્જન ક્યાં કરવું તેને લઇને શહેરીજનો મુઝાંયા છે. અલબત્ત, પાલિકાએ દશામાની મૂર્તિના વિસર્જન માટે ચાર ઝોનમાં કુલ 18 તળાવો નિર્ધારિત કર્યાંં છે. જેમાં, પૂર્વ ઝોનમાં હરણી મોટનાથ તળાવ, સમા તળાવ, બાપોદ તળાવ,સરસિયા તળાવ,હરણી તળાવ,મોટી બાપોદ તળાવનો સમાવેશ કરાયો છે. જ્યારે, પશ્ચિમ ઝોનમાં વાસણા,ગોરવા,ગોત્રી, દશામા અને અટલાદરા તળાવને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય, ઉત્તર ઝોનમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં, સમા તળાવ અને છાણી તળાવ તથા દક્ષિણ ઝોનમાં કપૂરાઇ,વાડી મહાદેવ તળાવ,તરસાલી અને દંતેશ્વર તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરી શકાશે.

  • 9 ફૂટથી ઊંચી પ્રતિમા સામે અભિયાન તેજ 10થી વધુ મૂર્તિકારોને પોલીસનું તેડું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending