છારંુ નાખવાના પૈસા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી

શહેરના મકરપુરા રોડ પર હરીધામ ફ્લેટના પાડોશીઓ વચ્ચે રસ્તા પર નંખાવેલા છારુના પૈસા આપવાના મામલે મારામારી થઇ હતી. ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:06 AM
છારંુ નાખવાના પૈસા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી
શહેરના મકરપુરા રોડ પર હરીધામ ફ્લેટના પાડોશીઓ વચ્ચે રસ્તા પર નંખાવેલા છારુના પૈસા આપવાના મામલે મારામારી થઇ હતી.

મારામારીમાં ઇજા પામેલા હેમા રાજેન્દ્ર સોનીએ હરીધામ ફ્લેટમાં જ રહેતા મેનકા કિરણ તિવારી અને કિરણ તિવારી સામે ફરિયાદ નોંધાવી હતી, કે શનિવારે સાંજે 6 વાગે મેનકા તિવારી તેમની પાસે આવ્યા હતા અને રસ્તામાં પાણી ભરાતું હોવાથી ત્યાં છારું નંખાવ્યું છે અને તમારા ભાગે 20 રુપીયા આવે છે, તે તમે આપો તેમ જણાવ્યું હતું પણ હેમાબેને અમે અગાઉ પણ છારું નાખવા પૈસા આપ્યા છે ,હવે હું નહીં આપું તેમ જણાવતાં મેનકા તિવારી અને તેના પતિ કિરણ તિવારીએ ઝઘડો કરી હેમાબેનના વાળ પકડી જમીન પર પાડી દીધી હતી. લાકડી વડે પણ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી હતી.

X
છારંુ નાખવાના પૈસા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App