કોન્ટ્રાક્ટરના અપમૃત્યુ કેસમાં બિલ્ડર આગોતરા સાથે હાજર

અલ્પેશ આપઘાત કેસમાં 12 સામે ગુનો દાખલ થયો હતો બિલ્ડર રમેશ પટેલ નિવેદન બાદ જામીન પર મુકત

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:06 AM
Vadodara - કોન્ટ્રાક્ટરના અપમૃત્યુ કેસમાં બિલ્ડર આગોતરા સાથે હાજર
કોન્ટ્રાક્ટર અલ્પેશ ઠક્કર આત્મહત્યા કેસમાં કસાટા હોમટેકના રમેશ પટેલની હાઇકોર્ટે આગોતરા જામીન અરજી મંજૂર કરતાં આજે તેઓ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તાલુકા પોલીસે તેમની અટકાયત કર્યા બાદ નિવેદન લીધું હતું અને ત્યાર બાદ તેમને આગોતરા જામીન પર મુક્ત કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, શિવાલય બંગ્લોઝમાં રહેતાં હિનાબહેનના પતિ અલ્પેશ ઠક્કરને 9 બિલ્ડરો પાસેથી રૂા. 6.15 કરોડ લેવાના નિકળતા હતા. આ નાણાં આપવામાં આવતાં ન હતા અને તેમને ત્રાસ આપવામાં આવતો હોઈ અલ્પેશ ઠક્કરે આત્મહત્યા કરતાં પહેલાં અલવિદા નામનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. જેમાં પેમેન્ટ મળતું નથી, મારી કેપેસિટીનો અંત આવ્યો છે તેમ જણાવી આત્મહત્યા કરી હતી.

આ ચકચારી બનાવમાં પોલીસે રમેશ બાબુભાઇ પટેલ સહિતના બાર આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.જેમાં બિલ્ડર રમેશ પટેલની સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતાં તેમણે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે આ કેસમાં બિલ્ડરની જામીન અરજી મંજૂર કરી તેમને તા.11ના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.અાઇ. પાનમીયાએ જણાવ્યું હતું કે, આજે બિલ્ડર રમેશ પટેલ હાજર થતાં તેમની અટકાયત કર્યા બાદ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમને આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતા.

X
Vadodara - કોન્ટ્રાક્ટરના અપમૃત્યુ કેસમાં બિલ્ડર આગોતરા સાથે હાજર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App