યુનિ.કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે પુન: મારામારી

સયાજીગંજ PIની વિદ્યાર્થી નેતાઓ સાથે શાંિત સમિતિની બેઠક બાદ જ ભડકો

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:06 AM
યુનિ.કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે પુન: મારામારી
એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીને 12 દિવસ બાકી છે ત્યારે વિદ્યાર્થી વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી રહી છે. જેના પગલે સયાજીગંજ પી.આઇએ શનિવારે સાંજે વિદ્યાર્થી નેતાઓ સાથે શાંતિ જાળવવા માટે બેઠક યોજી હતી. બેઠકના બે કલાક બાદ જ બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં મારામારીની ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. મોડી રાત્રે બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલ એમ.એ હોલમાં એક વિદ્યાર્થીને પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા માટે રાજસ્થાની બાપુઓના ગ્રૂપ દ્વારા ધમકીઓ આપીને માર મારવામાં આવ્યો હતો. મારામારીના પગલે હોસ્ટેલ કેમ્પસમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને વિજિલન્સની ટીમો દોડી આવી હતી. એમ.એ હોલમાં રહેતા વિદ્યાર્થી યશ વૈષ્ણવે જણાવ્યું હતું કે 9મી ઓગસ્ટના રોજ રઘુવેન્દ્રસિંહ સાથે ઝઘડો થયો છે, તેની અરજી આપી હતી. જેથી શનિવારે રાત્રીના 9 વાગ્યે મને મળવા બોલાવતાં હું મારા મિત્ર દ્રોણ સાથે હોસ્ટેલની નીચે મળવા ગયો હતો. જયાં આઠથી નવ માણસો ટુ વ્હીલર લઇને આવેલ. તેમાંના રણવીરસિંહ રાઠોડે મને અરજી પાછી ખેંચી લેવા જણાવેલ અને અમારી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. તેમની સાથે આવેલ બીજા માણસો દીનદયાલસિંહ રાણાવત, પુષ્પેન્દ્રસિંહ સોઢા, રાઘવેન્દ્રસિંહ રાઠોડ,નીતિરાજસિંહ રાણાવત, સાક્ષયસિંહ ભંડારી તથા રાજવીરસિંહ ચોહાણ તથા અત્સુમનસિંહ તેમજ હરેન્દ્રસિંહ સિસોદિયાનાઓએ ઝગડો કર્યો હતો.

હોસ્ટેલ કેમ્પસમાં મધરાત્રે વિજિલન્સનું ચેકિંગ

યુનિવર્સિટી બોય હોસ્ટેલ કેમ્પસમાં મારામારીની ઘટનાના પગલે મોડી રાત્રે વિજિલન્સની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલિટેક્નિક કેમ્પસમાં આવેલ આરટીહોલ સહિતના હોલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલ મુખ્ય હોલોમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું.

X
યુનિ.કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે પુન: મારામારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App