આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર

માત્ર જળાભિષેક થી રીઝતા અને આત્મલીંગ સુધીનું દાનકર્તા ભોળા ભગવાન શિવશંભુનું પવિત્ર શ્રાવણ માસનો 13 ઓગષ્ટે પ્રથમ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:06 AM
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર
માત્ર જળાભિષેક થી રીઝતા અને આત્મલીંગ સુધીનું દાનકર્તા ભોળા ભગવાન શિવશંભુનું પવિત્ર શ્રાવણ માસનો 13 ઓગષ્ટે પ્રથમ સોમવાર છે. શ્રાવણના પ્રથમ સોમવારે શહેરના શિવાલયોમાં ભક્તો શિવજીને દુધાભિષેક કરીનેે રિઝવશે. સામાન્ય રીતે પ્રહર પ્રમાણે પુજા થતી નથી પરંતુ શ્રાવણ મહિનામાં પ્રહર મુજબ પુજાનું અને મધ્યરાત્રીની આરતીનું ખુબ મહત્વ હોય છે. ત્યારે શહેરના કાશીવિશ્વનાથ મહાદેવ, મોટનાથ, જેવા પ્રખ્યાત શિવાલયોમાં મધ્યરાત્રી સુધી ભજન અનેઆરતી યોજાશે. આ ઉપરાંત શિવાલયોમાં ઘીના કમળના દર્શન પણ થશે. શહેરની નજીક આવેલા પૌરાણીક શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ રહશે. કાશીવિશ્વેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના રોજ હોમાત્મક લઘુરૂદ્ર યાેજાશે.

X
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App