તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હોટલ અને પાર્ટીપ્લોટના હોલ છોડીને કુદરતના સાનિધ્યમાં યોજ્યું સ્નેહમિલન

હોટલ અને પાર્ટીપ્લોટના હોલ છોડીને કુદરતના સાનિધ્યમાં યોજ્યું સ્નેહમિલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
40 મિત્રોએ જામ્બુઘોડા અભિયારણ્યમાં મોજમાણી.

સિટી રિપોર્ટર | વડોદરા

ઝંડ હનુમાન, કડાડેમ, તરગોળ ડેમ અને હથણીમાતા ધોધ જેવા શહેર નજીક આવેલ ફરવાલાયક સ્થળોની જો વાત કરીએ તો આપણી આખો સમક્ષ યુવાધન હિલોળે ચઢ્યું હોય તેવી તસવીરો ફરવા લાગે.

પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે વડોદરાનું રાજેન્દ્ર જોશી અને અમદાવાદનું હિલેરીયસ ફેસબુક ગ્રુપના 21 થી 79 વર્ષના 40 મિત્રોએ પહેલીવાર હોટલ કે કોઈ પાર્ટીપ્લોટના હોલમાં સ્નેહમિલનું આયોજન કર્યાં વગર કુદરતના સાનિધ્યમાં શહેર નજીક આવેલ જામ્બુઘોડા અભિયારણ્યમાં બે દિવસની પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11 અને 12 ઓગસ્ટ દરમ્યાન રાખવામાં આવેલ ફેસબુક ફ્રેન્ડ પાર્ટીના આયોજક વડોદરાના રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે અમારા ગ્રુપમાં 80% લોકો 60 કે તેથી વધુ ઉંમરના છે.

આ પિકનિકમાં વડોદરા, અમદાવાદ, નડીયાદ, ભાવનગર, ભરૂચ, સાવરકુંડલા, જેતપુર, સુરેન્દ્રનગર અને કેનેડાથી મિત્રો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રુપમાં સંગીતકાર, ગઝલકાર, સાહિત્યકાર અને ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકો છે. સમગ્ર પીકનીક દરમ્યાન રાત્રી રોકાણ જંગલમાં આવેલ ધનપરી કેમ્પમાં કર્યું હતું કે જ્યાં દીપડો અને ચિત્તા જેવા જંગલી પ્રાણીઓને નિહાળી શકાય.

Exploring Nature

દિવાળી બાદ ડાંગના જંગલોની મુલાકાત લેવાશે
આ વર્ષે પીકનીક દરમિયાન ઝંડ હનુમાન, કડાડેમ, તરગોળ ડેમ, હથણીમાતા ધોધ અને જામ્બુઘોડા અભિયારણ્યની મુલાકાત લીધી હતી. આવનાર સમયમાં એટલે કે દિવાળીના વેકેશન પછી ડાંગના જંગલોની મુલાકાત લેવામાં આવશે. ડાંગના જંગલોમાં 3 થી 5 દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવશે અને તે સમયે અમારી સાથે 100થી વધુ લોકો જોડાશે તેવી આશા છે તેમ રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...