Home » Madhya Gujarat » Latest News » Vadodara City » વિકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જઇએ: જૈનાચાર્ય

વિકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જઇએ: જૈનાચાર્ય

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:06 AM

અકોટા જૈન સંઘમાં ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પ્રકાશ રેલાવતા આચાર્ય કલ્યાણબોધિસૂરીશ્વરજીએ જણાવ્યું કે, આપણે...

  • વિકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જઇએ: જૈનાચાર્ય
    અકોટા જૈન સંઘમાં ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પ્રકાશ રેલાવતા આચાર્ય કલ્યાણબોધિસૂરીશ્વરજીએ જણાવ્યું કે, આપણે વિકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જઈ પ્રકૃતિમાં ઠરીઠામ થવાનું છે. વિકૃતિ આપણને પ્રકૃતિથી દૂર ધકેલે છે. જેનું મન વિકૃત છે તે કોઈ પણ ક્ષેત્રમાં હોનારત સર્જી શકે છે. સુભાષિતમાં કહ્યું છે કે વિકૃત મનવાળાને કોઈ મર્યાદા નથી,કોઈ લગામ નથી, સ્ત્રીઓ ઉપર થતા બળાત્કારો હોય કે આતંકવાદીઓ દ્વારા થતી નિર્દોષ લોકોની નિર્મમ હત્યા હોય,આપઘાતના કિસ્સા હોય કે મૂક પશુઓની નિર્દય કત્લેઆમ હોય, આ બધું જ વિકૃત માનસનું પ્રતિબિંબ છે. માણસે વિકૃત નહી, સંસ્કૃત બનવાનું છે. પોતાને મળેલી શક્તિ અને સમજદારીનો સારા કાર્યોમાં ઉપયોગ કરવાનો છે. જીવનને નીતિનિયમ અને મર્યાદાની લગામમાં રાખવું જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ