પરિચીત યુવાન જ છેતરીને યુવતીની હેન્ડબેગ લઈ ફરાર

પૂનાની મહિલા પરિચીત પુરુષ સાથે મુંબઇથી વડોદરા અમિતનગર સર્કલ પાસે ઉતરી બ્યુટિપાર્લરમાં ગઇ ત્યારે તેની સાથેનો...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:06 AM
Vadodara - પરિચીત યુવાન જ છેતરીને 
 યુવતીની હેન્ડબેગ લઈ ફરાર
પૂનાની મહિલા પરિચીત પુરુષ સાથે મુંબઇથી વડોદરા અમિતનગર સર્કલ પાસે ઉતરી બ્યુટિપાર્લરમાં ગઇ ત્યારે તેની સાથેનો પરિચીત શખ્સ હેન્ડબેગ લઇને જતો રહ્યો હતો.

પૂનામાં રહેતી વર્ષા કિશોર સુરોષેએ પોલીસમાં મુસ્તાકઅલી ચૌહાણ (રહે,નવાયાર્ડ)સામે ફરિયાદ નોંધાવી હતી કે તેની દુબઇમાં રહેતી બહેનપણી વર્ષાએ ફેસબુક દ્વારા મુસ્તાક સાથે પરિચય કરાવ્યો હતો.ગત 2 તારીખે રાત્રે તેઓ આણંદમાં હોટેલમાં રોકાયા હતા અને વડોદરા પરત આવી ફાયનાન્સ કંપનીમાં મંગળસુત્ર ગીરવે મુકી રૂા.18650 મેળવ્યા હતા. અને બંને ગોવા ગયા હતા અને 8 તારીખે રાત્રે 9 વાગે અમિતનગર સર્કલ પાસે ઉતર્યા બાદ મહિલા બ્યુટીપાર્લરમાં ગઇ હતી અને તેણે પોતાની હેન્ડબેગ સાચવવા મુસ્તાકને આપી હતી. જો કે તે પરત આવી ત્યારે મુસ્તાક જણાયો ન હતો. મુસ્તાક રોકડ, કપડા સહિતના સામાનની હેન્ડબેગ લઇને ફરાર થઇ જતા તેણે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી હતી.

X
Vadodara - પરિચીત યુવાન જ છેતરીને 
 યુવતીની હેન્ડબેગ લઈ ફરાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App