Home » Madhya Gujarat » Latest News » Vadodara City » નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન

નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:06 AM

નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા પ્રતિ વાર્ષિક કાવડયાત્રા પૂર્વ પ્રથમ સોમવારે હોમાત્મક લઘુરુદ્ર આયોજન થાય...

 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા પ્રતિ વાર્ષિક કાવડયાત્રા પૂર્વ પ્રથમ સોમવારે હોમાત્મક લઘુરુદ્ર આયોજન થાય છે, જે શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.13 ઓગસ્ટને સોમવારના દિવસે કાશીવિશ્વેશ્વર મહાદેવ અલકાપુરી ખાતે સવારે 9.00 કલાકે અને પુર્ણાહુતી મહાઆરતી સાંજે 5.00 કલાકે થશે. યજ્ઞના આચાર્ય પદે એસ્ટ્રો ગુરુ સત્યમ મહેન્દ્ર ભાઈ જોષી રહેશે. આ હોમાત્મક લઘુરુદ્રના દર્શનનો લાભ પ્રાપ્ત કરવા નગરજનોને આવાહન છે. નવનાથ મહાદેવની કાવડયાત્રા શ્રાવણના છેલ્લા સોમવાર તારીખ 3-સપ્ટેમ્બરને સવારે 7.00 કલાકે સિધ્ધનાથ મહાદેવથી પ્રારંભ થઈ સાંજે 7.00 કલાકે કોટનાથ મહાદેવ વડસર ગામે મહાઆરતી અને ભંડારા સાથે વિરામ લેશે.

  શ્રાવણના પ્રથમ દિવસે પાર્થેશ્વર પૂજનની તૈયારી

  પ્રવિત્રશ્રાવણમાસમાં ભગવાન 1000 શિવલીંગ માટીના બનાવ્યાતેને દરરોજ પુજા કરી તેને તળાવમાં પઘરાવવમાં આવશે.

  શ્રી વડીલ વિહાર વાટિકા દ્વારા ભજન સંધ્યા યોજાશે

  શ્રી વડીલ વિહાર વાટિકા, (ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા તા.13 ઓગસ્ટને સોમવારના રોજ સાંજે 5.00 કલાકે બુદ્ધદેવ કોલોની સામે, બરોડા ચેશાયર હોમની બાજુમાં, કારેલીબાગ સંસ્થાના પટાંગણમાં ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

  દશરથ આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું

  આજે શિવ મહિમ્ન સ્તોત્રના કાર્યક્રમનું આયોજન

  પૂર્વ વિભાગ સમસ્ત નાગર મંડળના ઉપક્રમે શ્રાવણી સોમવાર નિમિત્તે તા.13 ઓગસ્ટને સોમવારના રોજ સાંજે 8.30 કલાકે રાજસ્મિથ કોમ્પલેક્સ, પ્રભાત બસ સ્ટેન્ડની સામે, મંડળના મંત્રી કૈવલ્યભાઇ નીલકંઠના નિવાસ સ્થાને શિવ મહિમ્નના કાર્યક્રમ યોજાશે.

  શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશ્યલ વર્કના બી.એસ.ડબલ્યુ.વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ દશરથ મુકામે આવેલ દશરથ આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

  ચિન્મય મિશન દ્વારા ગીતા ગાન સ્પર્ધા

  ચિન્મય મિશન દ્વારા ગીતા ગાન સ્પર્ધા - 2018ના પ્રાાથમિક તબક્કાની શરૂઆત તા. 8 ઓગષ્ટથી જુદી જુદી શાળાઓમાં શરૂ કરેલ છે. ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી ખાતે દોઢસો જેટલા બાળકો માટે આ સ્પર્ધા યોજાઈ હતી.

  બાળકોને અભ્યાસ માટે કિટનું વિતરણ

  સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા શહેર પોલીસ કોમી એખાલાસ જળવાય અને સંવેદનશીલ વિસ્તારમાં બાળકોને અભ્યાસ માટેની કિટ પૂરી પાડી વડોદરા શહેર પોલીસે સામાજિક જવાબદારી અદા કરી હતી.

  ભૂલકાં ભવન સંસ્થા દ્વારા વૃક્ષારોપણ

  વડોદરા મહાનગર સેવા સદન તરફથી શરૂ કરેલ ઝૂંબેશ ‘ગ્રીન વડોદરા-ક્લિન વડોદરા’ ના નેજા હેઠળ એક વૃક્ષ એક જીવનના સંદેશને સાર્થક કરવા માટે ભૂલકાં ભવન સંસ્થા તરફથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

  વિદ્યાર્થી-કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વૃક્ષારોપણ

  કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સુભાનપુરા વડે ખાતે આવેલ પૂજ્ય ડોંગરેજી મહારાજ, નવાપુરા સરકારી શાળાનાં પ્રાંગણમા શાળાનાં વિધાર્થી અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનાં સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી પ્રાંગણ તથા શાળાને સ્વચ્છ બનવ્યા હતાં.

  ઇલોરાપાર્ક-સુરસાગર ખાતે શિવ મહિમ્ન સ્તોત્રનું આયોજન

  રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા તા.13 ઓગસ્ટને સોમવારના રોજ સાંજે 5.00 કલાકે ઓમકારેશ્વર મહાદેવ મંદિર, વહાણવટી માતાના મંદિર પાસે, ઇલોરાપાર્ક અને રાત્રે 8.30 કલાકે હઠીલા હનુમાનજી મંદિર, મહારાણી સ્કૂલ પાસે, સુરસાગર ખાતે પ્રિતેશ પટેલના કંઠે પ્રથમ સોમવારે શિવ મહિમ્ન સ્તોત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

  મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા વગર જ શિવલિંગ પર દુધનો અભિષેક

  શ્રાવણ મહિનો શરૂ થતા જ શહેરના લાલબાગ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભક્તો દ્વારા મંદિરની બહાર થી જ દુધ મોટા પાત્રમાં રેડતા આ દુધ પાઈપ વાટે શિવલીંગ પર અભિષેક થઈ જાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. ભક્તોએ શિવલીંગનો દુધથી અભિષેક કર્યો હતો.

  ગુરુકુળ આશ્રમશાળા, ખટંબા ખાતે આદિવાસી દિનની ઉજવણી

  સ્વ.સી.એન.પરમાર ગુરૂકુળ આશ્રમશાળા, ખટંબા તા.જિ.વડોદામાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વ.સી.એન.પરમાર ગુરુકુળ આશ્રમશાળા ખટંબા વડોદરામાં પ્રમુખ કિશોરભાઇ સી.પરમારના હસ્તે દિપપ્રાગટ્ય કરી આદિવાસીનું મહત્વ તેમજ તેમના વિકાસની ગાથા જણાવવામાં આવી. બાળકોએ આદિવાસી નૃત્ય(ટીમલી), ગીતનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો તથા શિક્ષણગણ હાજર રહ્યાં હતા. આશ્રમશાળાના બાળકોએ સુંદર આદિવાસી બોલી વકતવ્ય આપ્યું હતું.

  દેશની રક્ષા કરતા સૈનિકો માટે રાખડી મોકલાઇ

  આજે દાંતના રોગોના વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન

  વાકળ નિદાન કેન્દ્ર, પારસી અગિયારી પાસે, સયાજીગંજ, વડોદરા ખાતે તા.13 ઓગસ્ટને સોમવારના રોજ સવારે 8.30 થી 12.00 કલાક દરમિયાન વિનામૂલ્યે આંખના રોગો, દાંતના રોગો અને હોમિયોપેથી કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગાઉ પણ આ સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં ‌આવ્યું હતું.

  રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે કમિશનરને આવેદન પત્ર

  ગુજરાતના સુરત અને વડોદરામાં ૧૫મી ઓગસ્ટના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે જિલ્લા અધિકારીશ્રી અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

  સમા-સાવલી રોડ સ્થિત અંબે વિદ્યાલયની શાળામાં રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે આપણા દેશ તથા દેશવાસીઓની રક્ષા કરતા સૈનિકોને પોતાના ભાઇ સમાન માની શાળાની 701 વિદ્યાર્થીનીઓએ રાખડી મોકલાવી એક બહેન તરીકેનો પ્રેમ દર્શાવ્યો છે.

  તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

  dbpressnote.vadodara@gmail.com

  અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા

  આજે મંદિર-હવેલીમાં હિંડોળા દર્શન

  શ્રી રણછોડરાયજી હવેલી ખાતે સંધ્યા-શયનમાં 7 કલાકે કાચના(ઠકરાણી ત્રીજ) હિંડોળા દર્શન.

  શ્રી ગોવર્ધનનાથજી હવેલી, 61, ઉર્મી સોસાયટી, અલકાપુરી ખાતે શયન 7 થી 7.30 કલાકે ઠકરાણી ત્રીજ(બગીચા)ના હિંડોળા દર્શન.

  શ્રી ગોવર્ધન સેવાનિધી ટ્રસ્ટ, તરસાલી ખાતે શયનમાં કાચના હિંડોળાના દર્શન.

  શ્રી દ્વારકાધીશ સુખધામ, એ.ડી.1, વસુંધરા સોસાયટી, વાઘોડિયા રોડ ખાતે મંગળામાં કેવડાના હિંડોળા, સંધ્યામાં ચાંદીના હિંડોળા અને શયનમાં કુંજમાં હિંડોળાના દર્શન.

  શ્રી બેઠક મંદિર, મદનઝાંપા રોડ, કેવડાબાગ ખાતે મંગળામાં હરિ ઘાટા હિંડોળાના દર્શન અને શયનમાં કુંજમાં હિંડોળા દર્શન.

  નંદાલય, શ્રી લક્ષ્મીનારાયણ સેવાનિધી ટ્રસ્ટ દ્વારા શયનમાં 7.00 થી 8.00 કલાકે ચુંદડી-દર્પણના હિંડોળાના દર્શન.

  શ્રી વિઠ્ઠલેશ સેવા નિકેતન ટ્રસ્ટ અને શ્રી ગોવર્ધનનનાથજીની હવેલી, નિઝામપુરા ખાતે કાચના હિંડોળાના દર્શન.

  શ્રી વલ્લભધામ 41, દૂધેશ્વર સોસાયટી, આજવા રોડ ખાતે શયનમાં 7.30 કલાકે દર્પણનો હિંડોળાના દર્શન.

  શ્રી ગોવર્ધનનાથજીની હવેલી, કારેલીબાગ ખાતે કાચના(ઠકરાણી ત્રીજ) હિંડોળાના દર્શન.

  શ્રી ગોવર્ધનનાથજી હવેલી અને શ્રીનાથજી સેવા ટ્રસ્ટ માંજલપુર ખાતે સાંજે 7.00 થી 8.00 કલાકે ઠકરાણી ત્રીજ-કાચના હિંડોળાના દર્શન.

  શ્રી સંતપુનિત સર્વોદય સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી રણછોડજી મંદિર, પાણીગેટ ખાતે કાચના હિંડોળાના દર્શન.

  શ્રી કલ્યાણરાયજી મંદિર, માંડવી ખાતે સંધ્યામાં ખાપનાં હિંડોળા દર્શન શયનમાં ચુંદડીના ઝૂલા(ઠકરાણી ત્રીજ)નાં હિંડોળાના દર્શન.

  શ્રી વ્રજધામ મંદિર, માંજલપુર ખાતે સંધ્યામાં કમળાનાં હિંડોળાના દર્શન.

  શ્રી વેંકટેશ બાલાજી મંદિર ખાતે સોમવારના રોજ નિજ મંદિર ખાતે સાંજે 7.00 થી 8.30 કલાકે કઠોળના હિંડોળા દર્શન યોજાશે.

 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending