કપુરાઇ ચોકડી પાસેથી 20 લાખનાે દારૂ ઝડપાયો

પોલીસે વિદેશી દારૂની 5064 બોટલો અને ટ્રક ડ્રાઇવર સહિત બે શખ્સની ધરપકડ કરી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:06 AM
Vadodara - કપુરાઇ ચોકડી પાસેથી 20 લાખનાે દારૂ ઝડપાયો
કપુરાઇ ચોકડી પાસેથી પસાર થઇ રહેલી રાજસ્થાન પાસિંગની એક ટ્રકને અટકાવી તેની તપાસ કરવામાં આવતાં તેમાંથી રૂા.20,25,600ની કિંમતની 5064 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર સહિત બે શખ્સની ધરપકડ કરી ટ્રક અને દારૂ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂા.32,35,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આજે બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, પાણીગેટ પોલીસે બાતમીના આધારે દારૂનો જંગી જથ્થો કબજે કરી સંદિપ ઓમપ્રકાશ ડૈલા અને સંદિપકુમાર અગરસિંગ રાવ (બન્ને રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. બન્ને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખૂલવા પામ્યું હતું કે, તેઓ હરિયાણામાં રહેતા સંદિપ સાંગવાન (જાટ)ની સૂચના મુજબ દારૂનો જથ્થો લઇને નિકળ્યા હતા. દારૂ કોને આપવાનો હતો ω તે અંગે પૂછવામાં આવતાં આ બન્ને આરોપીએ જણાવ્યું હતું કે,ટ્રક માલિક સંદિપ સાંગવાન જી.પી.એસ.ની મદદથી ટ્રક ઓપરેટ કરે છે.

સંદિપ કહે ત્યાં તેમને ટ્રક ઉભી રાખવાની હતી અને ત્યાર બાદ જેને દારૂ આપવાનો હતો તે વ્યક્તિ દારૂ મેળવી લેવાનો હતો. આમ, પ્રાથમિક તપાસમાં ફોનના કારણે આરોપીઓની ઓળખ થતી હોઈ ટ્રક જી.પી.એસ.થી ઓપરેટ કરવામાં આવતી હોવાની એક નવી એમ.ઓ. પોલીસ તપાસમાં સપાટી પર આવી હતી.તેમજ ઝડપાયેલા બન્ને આરોપી તેમજ દારૂ મોકલનાર શખ્સનું નામ પણ સંદિપ હોવાનું ખૂલવા પામ્યું હતું. આજે બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, દારૂ મોકલનાર તેમજ ટ્રકના માલિકની તપાસ કરવાની છે. આરોપીના ફોનની કોલ ડિટેઇલ મેળવવાની છે. આરોપીઓ અગાઉ કેટલી વખત દારૂ લઇને આવ્યા છે તેમજ દારૂ કોને આપવાનો હતો તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂના જથ્થા સાથેની ટ્રક ઝડપી પાડી હતી.

X
Vadodara - કપુરાઇ ચોકડી પાસેથી 20 લાખનાે દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App