મકરપુરાના આધેડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી

મકરપુરાના આધેડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:05 AM IST
વડોદરા | શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ અયોધ્યા ટાઉનશિપમાં જ્યોતિષભાઈ વ્રજલાલ ચૌહાણ (ઉં.વ.45) એકલા રહેતા હતા. વ્યવસાયે જ્યોતિષનું જ કામ કરતા જ્યોતિષભાઈએ છેલ્લા ત્રણ- ચાર દિવસથી તેમના ઘરનો દરવાજો ન ખોલ્યો હોઈ પાડોશીઓને શંકા જતાં તેઓએ દરવાજો તોડાવીને અંદર જોતાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તેઓએ ત્રણચાર દિવસ અગાઉ કોઈ ઝેરી દવા પીધી હોવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મકરપુરા પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

X
મકરપુરાના આધેડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી