ગણેશોત્સવ પૂર્વે મોદકના ત્રણ સેમ્પલ લેવાયા

Vadodara - ગણેશોત્સવ પૂર્વે મોદકના ત્રણ સેમ્પલ લેવાયા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:05 AM IST
ગણેશોત્સવને ધ્યાનમાં રાખી પાલિકાના ફુડ વિભાગે મદનઝાંપા રોડ અને સમા રોડની સ્વીટસની બે દુુકાનમાંથી મોદકના ત્રણ નમૂના પૃથ્થકરણ અર્થે લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

શહેરમાં હવે તહેવારોની સીઝન શરૂ થઇ છે અને ગણેશોત્સવમાં મોદકના પ્રસાદનુ અનેરુ મહાત્મય છે. જેથી, પાલિકાના ફુડ વિભાગે મદનઝાંપા રોડ પર આવેલ શ્રીજી દુગ્ધાલયમાંથી કેસર મોદક અને સમા અભિલાષા ચાર રસ્તા પાસે આવેલ ખેતેશ્વર સ્વીટ માર્ટમાંથી કેસર મોદક અને ચોકલેટ મોદકના નમૂના લીધા હતા. પાલિકાના ફુડ વિભાગે આ બે દુકાનોમાંથી મોદકના ત્રણ નમૂના લીધા હતા અને આગામી દિવસોમાં ચેકીંગની કામગીરી ચાલુ રખાશે.

X
Vadodara - ગણેશોત્સવ પૂર્વે મોદકના ત્રણ સેમ્પલ લેવાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી