મંદિરની જમીન વેચવાના બહાને બિલ્ડર પાસેથી 31 લાખ પડાવ્યા

બિલ્ડરે જમીન અંગે આર.ટી.આઇ કરતાં ભાંડો ફૂટ્યો બીલ રામજી મંદિરના ટ્રસ્ટની જમીન માટે ટોકન 31 લાખ લીધેલા પાછા ન...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
મંદિરની જમીન વેચવાના બહાને બિલ્ડર પાસેથી 31 લાખ પડાવ્યા
બીલ ગામની રામજી મંદિરના ટ્રસ્ટની જમીન પોતાની માલિકીની હોવાનું જણાવી જમીન દલાલની સાથે મળીને એક શખ્સે બિલ્ડર પાસેથી રૂ. 31 લાખ પડાવી લીધા હતા. જે સંદર્ભે બિલ્ડરે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે બનાવટી જમીન માલિક અને દલાલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા દર્શનમ આઇકોનિકમાં રહેતા અરબનેક ગ્રૂપના માલિક પ્રયાગ પ્રકાશચંદ્ર ગુપ્તાએ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જમીન દલાલ રાજુભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (રહે. શક્તિનગર સોસા. ગોત્રી)નાઓએ ધર્મેશ પ્રફુલચંદ્ર શાહ (રહે. અપેક્ષા પાર્ક ગોત્રી)ની બીલ ગામની મંદિરના ટ્રસ્ટની જમીન વેચવાની છે, તેમ જણાવતાં તેઓ ધર્મેશ શાહને મળતાં ધર્મેશે બીલ રામજી મંદિરના પૂજારી પાસેથી ટ્રસ્ટની જમીન વેચાણ લીધેલી હોવાના દસ્તાવેજો બતાવ્યા હતા. તેમજ ચેરિટી કમિશનરની સહીસિક્કા કરેલો મંજૂરીનો હુકમ બતાવ્યો હતો.

જેથી જમીન રૂ. 14કરોડ 60 લાખમાં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને બાના પેટે રૂ. 1 લાખ રોકડા અને 30 ચેક મારફતે ધર્મેશ શાહને ચૂકવ્યાં હતા. રૂ. 31 લાખની ટોકન પાવતી માંગતાં તેમણે થોડા સમય સુધી વાયદાઓ કર્યા હતા. જેથી શંકા જતાં ટોકન પેટે આપેલા રૂપિયા પરત લેવાની માંગણી કરતા ધર્મેશ શાહ તેમજ રાજુ પટેલે બિલ્ડર સામે ખોટા આક્ષેપો કરતી ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ડિસેમ્બર વર્ષ 2017માં નોંધાવી હતી. બિલ્ડરે જમીન અંગે ચેરિટી કમિશનરની કચેરીમાં આર.ટી.આઇ મારફતે વિગતો માંગતાં ધર્મેશ શાહ અને રાજુ પટેલે બતાવેલા તમામ દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી સમગ્ર મામલે પ્રયાગ ગુપ્તાએ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ધર્મેશ શાહ અને રાજુ વિઠ્ઠલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે માંજલપુર પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ સંબંધમાં વિવિધ લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા છે.આ ઉપરાંત બનાના સંબંધમાં વિવિધ પ્રકારના દસ્તાવેજો ચકાસીતેની ખરાઈ પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.

X
મંદિરની જમીન વેચવાના બહાને બિલ્ડર પાસેથી 31 લાખ પડાવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App