બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં દિનુમામાનું રાજીનામું નામંજૂર

Vadodara - બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં દિનુમામાનું રાજીનામું નામંજૂર

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:05 AM IST
બરોડા ડેરીમાં 11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બોર્ડ મીટીંગમાં દિનુમામાના રાજીનામાનો અસ્વિકાર કરી તેમને પ્રમુખ પદ જાળવી રાખવા મનાવી લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત પાદરા તાલુકાના દુધ ઉત્પાદક મંડળીના સદસ્યો મંગળવારે બરોડા ડેરીમાં પહોચી રીસાયેલા દિનુમામાને પ્રમુખ પદ ન છોડવા મનાવી લીધા હતા. જોકે બીજી તરફ રાજકીય નિવૃતિ જાહેર કર્યા બાદ તેમાં પરત ન ફરવાનો નિર્ણય અડગ હોવાનું દિનુમામાએ જણાવ્યું હતું. દિનુમામા પ્રમુખ પદે પરત બિરાજતા ઘીના ઠામમાં ઘી ઠર્યું હોવાની ચર્ચા થઈ હતી.

જોકે દિનુમામાએ પોતે ડેરીના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પશુપાલકોને ફેટનો યોગ્ય ભાવ, દુધ ઉત્પાદક મંડળીઓ તેમજ ડેરીને લગતા અન્ય મહત્વના નિર્ણયોમાં ફાયદો કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ રાજનીતીમાં પરત ફરવાના નિર્ણય અંગે દિનુમામાએ જણાવ્યું કે, આગામી વિધાનસભાની ટીકીટ પણ ઓફર થાય તો તે સમયે પડશે તેવી દેખાશે ! જ્યારે હાલ તો સંગઠનથી નારાજ દિનુમામાનો રાજનીતીમાં પરત ફરવાનો કોઈ નિર્ણય ન હોવાનું જણાવ્યું હતું. બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકીઅે પણ નારાજ દિનુમામા પ્રમુખ પદે પરત ફરતા બોર્ડના તમામ સદસ્યો ખુશ હોવાનું જણાવ્યું હતું.

માજી ધારાસભ્ય દિનુમામાને વર્ષ 2017માં સંગઠનના કેટલાક મિત્રોએ ભેગા કરી વિધાનસભાની ચુંટણીમાં હરાવી દિધા હતા. જે બાદ દિનુમામા સંગઠનથી નારાજ હતા. પોતાની ઉંમર થઈ હોવાથી રાજનીતીમાંથી હવે નિવૃત થવાની ઘોષણા કરી દિધા બાદ તેમણે ડેરીનું પ્રમુખ પદ પણ છોડી દેવા માટે 10 સપ્ટેમ્બરના રોજ ડેરીના એમડીને રાજીનામું આપી દિધું હતું. પરંતું 11 સપ્ટેમ્બરના રોજ દિનુમામા ડેરીના પ્રમુખ પદ પર જ જોઈએ તેમ જણાવી 50 થી વધુ સમર્થકો બરોડા ડેરી પહોચી રીસાયેલી દિનુમામાને મનાવી દેતા રાજીનામા ડ્રામાનો અંત આવ્યો હતો.

X
Vadodara - બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં દિનુમામાનું રાજીનામું નામંજૂર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી