પાદરાની સ્કૂલમાં ભણવા જતી વિદ્યાર્થિનીની છેડતી

આરોપી શાળાના ધાબા પરથી બીભત્સ ઇશારા પણ કરતા ગામના જ બે જણાંની ધરપકડ: સગીરની શોધખોળ

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
પાદરાની સ્કૂલમાં ભણવા જતી વિદ્યાર્થિનીની છેડતી
પાદરાની સ્કૂલમાં અભ્યાસ કરતી વડોદરા તાલુકાના નાનકડા ગામની વિદ્યાર્થિનીને લક્ષ્મીપુરા ગામના સગીર સહિત ત્રણ શખ્સો છેડતી કરતા પોલીસે 2 જણની ધરપકડ કરી હતી જ્યારે સગીર આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

વડોદરા તાલુકાના નાનકડા ગામમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિની પાદરાની શાળામાં ધો. 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાયકલ લઇને શાળામાં જાય ત્યારે લક્ષ્મીપુરા ગામના મયુર વાઘેલા, રાકેશ વાઘેલા અને સગીર વયનો વિદ્યાર્થી રસ્તામાં ઉભા રહી હેરાન કરતા હતાં. એટલું જ નહિ ગામની સરકારી શાળાના ધાબા પર ચઢી જઇ ત્રિપુટી વિદ્યાર્થિનીને બિભત્સ ઇશારા કરતા હતાં.છાત્રાના પિતાએ ત્રિપુટી વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે મયુર અને રાકેશની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં.

X
પાદરાની સ્કૂલમાં ભણવા જતી વિદ્યાર્થિનીની છેડતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App