રાફેલ કૌભાંડ મામલે આજે કોંગ્રેસની રેલી

રાફેલ કૌભાંડ મામલે કલેકટરને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ દ્વારા બુધવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:05 AM
Vadodara - રાફેલ કૌભાંડ મામલે આજે કોંગ્રેસની રેલી
રાફેલ કૌભાંડ મામલે કલેકટરને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ દ્વારા બુધવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જોડાશે.

રાફેલ ખરીદીમાં વધુ ભાવ ચૂકવાયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે દેશભરમાં તેના પડઘા પાડયા છે. જેના ભાગરૂપે, બુધવારે સાંજે ચાર વાગે શહીદ ભગતસિંહ ચોક-ન્યાયમંદિરથી રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધ્ય ગુજરાતના પ્રભારી બિશ્વરંજન મોહંતી સહિતના સિનીયર કોંગી આગેવાનો જોડાશે અને કલેકટરને આવેદન આપશે.

X
Vadodara - રાફેલ કૌભાંડ મામલે આજે કોંગ્રેસની રેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App