રેલવે ટ્રેનમાં કોઇ પણ સામાન ફેરિયા દ્વારા વેચવા પર મનાઇ

રેલવે સ્ટેશન પર 1 મહિનાથી ફેરિયાઓ ગુમ થઈ ગયા ફેરિયાના સ્વાંગમાં ચોરીના બનાવો બનતા હોવાથી RPF દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
રેલવે ટ્રેનમાં કોઇ પણ સામાન ફેરિયા દ્વારા વેચવા પર મનાઇ
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વડોદરા રેલવે સ્ટેશન પર એક મહિનાથી રેલવે પોલીસ સ્ટ્રિક્ટ થતાં ફેરિયાઓને બંધ કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ ઉપર આવેલા સ્ટોલ ધારકોના કર્મચારીઓને પણ ટ્રેનમાં કોઇ પણ સામાન વેચવા જવા પર મનાઇ ફરમાવામાં આવી હોવાનું સ્ટોલ ધારકોએ જણાવ્યું હતું. ફેરિયાઓને ટ્રેનમાં જવાની મંજૂરી હોતી નથી. જોકે યાર્ડમાં અને બહારથી આવતા અનઓથોરાઇઝ વેન્ડર માટે આરપીએફ હજુ દોડધામ કરી રહી છે.

શહેરમાં ટ્રાફિક સુશાસન માટે પોલીસ અને સ્કૂલ વર્ધીવાન માટે આરટીઓ અભિયાન ચલાવી રહી છે. ત્યારે રેલવે પોલીસ પણ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ અભિયાન ચલાવી રહી હોય તેમ જણાય છે. રેલવેમાં પ્લેટફોર્મ પર ફેરિયાના સ્વરૂપે ટ્રેનમાં ચડી જતા લોકો અવાર-નવાર ચોરી કરતા પકડાયા છે. જે નાગરિકોની મુસાફરી દરમિયાન જોખમી સાબિત થાય છે. છેલ્લા એક મહિનાથી સ્ટ્રિકટ થયેલી આરપીએફ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ફેરિયાઓને પ્રવેશવા પર પ્રતિબંધનો કડક અમલ શરૂ કરાવ્યો છે. જેથી હવે ટ્રેન અાવે ત્યારે સેકન્ડ ક્લાસ અને જનરલ ક્લાસની બારી પાસે કોઇ ફરકતું નથી. ખાસ કરીને ચા, ઠંડાં પીણાં અને વડાપાંઉ માટે ફેરિયાઓ સ્ટેશન પર હોય છે. અત્રે ઉલેખનીય છે કે આ અગાઉ પણ ફેરિયાઓ અંગે ફરિયાદો થતાં રેલવે તંત્ર દ્વારા કડક રાહે પગલાં ભરવામાં આવ્યા હતા.

X
રેલવે ટ્રેનમાં કોઇ પણ સામાન ફેરિયા દ્વારા વેચવા પર મનાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App