મોડીરાત્રે હાઇવે પર અકસ્માત: 1નું મોત

વડોદરા | મોડીરાત્રે વડોદરા સાવલીના પોઇચા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી 3...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:05 AM
Vadodara - મોડીરાત્રે હાઇવે પર અકસ્માત: 1નું મોત
વડોદરા | મોડીરાત્રે વડોદરા સાવલીના પોઇચા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી 3 લકઝરી બસો અને અેક કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ હાઇવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યંુ હોવાની પ્રાથમિક વિગતો સાપડી હતી. અકસ્માતમાં પાંચથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની સંખ્યા વધે તેવી શક્યતાઓ છે. અકસ્માતની જાણ થતા જ ભાદરવા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.

X
Vadodara - મોડીરાત્રે હાઇવે પર અકસ્માત: 1નું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App