ટ્રેનમાં મહિલાના પર્સમાંથી 1.94 લાખની મતાની ચોરી

ટ્રેનમાં મહિલાના પર્સમાંથી 1.94 લાખની મતાની ચોરી

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:05 AM IST
ભગતની કોઠી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી અમદાવાદની મહિલાએ માથા પાસે મૂકેલા પર્સની ચેઇન ખોલી તસ્કરે તેમાંથી બે પર્સની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પર્સમાં સોનાના દાગીના, રોકડ અને મોબાઇલ સહિતની રૂા. 1.94 લાખની મતાની ચોરી થતાં રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ કૃષ્ણનગર સ્થિત ગુ.હા.બોર્ડમાં રહેતા કરીશ્મા શ્યામસુંદર પંજાબી ગત 3 ઓગસ્ટે બાંદ્રા રેલવે સ્ટેશનથી ભગતની કોઠી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હતાં. પતિ સાથે મોડી રાત્રે 1 વાગે વાતચીત કર્યા બાદ મહિલા સૂઇ ગયા હતાં. તેમણે ં પર્સ માથા પાસે રાખેલું હતું. બીજા દિવસ સવારે 6 વાગે વડોદરા રેલવે સ્ટેશન આવતા પર્સ જોતા તેની ચેઇન ખુલ્લી હતી. આ પર્સમાં મુકેલા અન્ય પીળા અને સિલ્વર કલરના પર્સની ચોરી થઇ ગઇ હતી. બંને પર્સમાં રોકડા રૂા. 4500, સોનાની બંગડી,ચેઇન , મોબાઇલ તેમજ એટીએમ કાર્ડ હતું. 1.94 લાખની મતાની ચોરી અંગે મહિલાએ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
ટ્રેનમાં મહિલાના પર્સમાંથી 1.94 લાખની મતાની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી