સયાજીગંજની 7 હોટલને રૂા.55,355ની પેનલ્ટી

પાર્કિંંગની જગા મામલે 21 બિલ્ડિંગને નોટિસ અલકાપુરી-જેતલપુર રોડની ઇમારતોમાં ચેકિંગ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:05 AM
Vadodara - સયાજીગંજની 7 હોટલને રૂા.55,355ની પેનલ્ટી
પાર્કિગ ખુલ્લા કરાવવાની કામગીરીમાં સયાજીગંજ વિસ્તારની સાત હોટલને રૂા.55,355ની પેનલ્ટી કરવામાં આવી હતી તો પાર્કિગ વ્યવસ્થા સંદર્ભમાં અલકાપુરીથી જેતલપુર રોડની નવ અને અલકાપુરીથી ગેંડા સર્કલ સુધીની 12 મળી કુલ 21 બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી.

પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશન થી બીબીસી ટાવર સુધીના ભાગમાં આવેલ હોટલ ચંદન મહલ, હોટલ રાહી ઇન,સત્યકેતુુ હોટલ,હોટર કુરાટ,હોટલ એમ્બેસેડ઼ર,હેલીક્સ કોમ્પ્લેક્સ,હોટલ પી એમ રિજન્સીનુ 400 ચોરસ મીટર પાર્કિગ ખુલ્લુ કરાવીને રૂા.55355નો દંડ કરાયો હતો. તેવી જ રીતે, પાર્કિગ વ્યવસ્થા મામલે અલકાપુરીથી જેતલપુર રોડ તરફની હોટલ પામ વ્યૂ રેસિડેન્સી, હોટલ રોયલ,યોગી કોમ્પ્લેકસ,હોટલ ઇસ્ટીન રેસિડેન્સી,મંગલધારા કોમ્પ્લેકસ,શિવશકિત એપાર્ટમેન્ટ, એસ આરએસ ડાયોગ્નોસ્ટિક સેન્ટર,હોટલ રેલીશ,હોટલ આમંત્રણ-વેદ કોમ્પ્લેકસ તેમજ અલકાપુરી કોન્કર્ડ બિલ્ડીંગથી ગેંડા સર્કલ તરફ સી એચ જવેલર્સ,એચડીએફસી બેન્ક,એમ કે હાઇસ્કૂલ, વેલ્વેટ બેકર્સ,આ જે સ્કવેર,સારથિ કોમ્પ્લેકસ,ધી પ્રાઇવેટ બેન્કવેટ,નૂતનભારત સો.કલબ,જાનકી એપાર્ટમેન્ટ,લા સિટાડેલ એપાર્ટમેન્ટ,વૃંદાવન એપાર્ટમેન્ટ,હાર્મની એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી હતી.

X
Vadodara - સયાજીગંજની 7 હોટલને રૂા.55,355ની પેનલ્ટી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App