તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘કાલ કે કપાલ પર લીખતા ઔર મીટાતા’ : અટલજીના ચાહકો

‘કાલ કે કપાલ પર લીખતા ઔર મીટાતા’ : અટલજીના ચાહકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘કાલ કે કપાલ પર લીખતા ઔર મીટાતા’ એવા લોકલાડીલા અટલજી હવે આપણી વચ્ચે નથી. અટલજીની અનંત યાત્રા બધા જ લોકો માટે શોકદાયક બની રહી. સોશિયલ મિડીયામાં લોકોએ અટલજીના ફોટોગ્રાફ્સથી માંડીને તેમની હૃદયસ્પર્શી કવિતાઓને શેર તેમજ લાઈક કરી. વળી તેમના આક્રમક છતાંય પ્રામાણિક ભાષણોને પણ લોકોએ યાદ કર્યા. 90 નાં દાયકાના વિદ્યાર્થીઓ કે જેઓ આજે પોતપોતાના ક્ષેત્રમાં કાર્યરત છે તેઓ એ પણ ટીવી પર ખૂબ પ્રખ્યાત થયેલી ‘સ્કૂલ ચલે હમ’ જેવી યાદગાર કવિતાને પણ અશ્રુભીની શ્રધ્ધાંજલી સાથે શેર કરીને શાળા માં જવાનો જે જુસ્સો અટલજીએ ભર્યો હતો તે યાદ કર્યો. ‘જીંદગી સે બડી’ એવી મોત સામે પણ એમની ‘ઠન ગઈ’ કવિતાએ તેમને અમર બનાવી દીધા. રાજકારણમાં તેમનો ફાળો નાનો સુનો નથી. સિદ્ધાંતો સાથે કદીયે કોમ્પ્રોમાઇઝ ન કરનારા અટલજી સ્પષ્ટ વક્તા પણ એટલા જ. રાજકારણમાં એમણે લીધેલા નિર્ણયો કસોટી માંથી પુરેપુરા ખરા ઉતાર્યા છે. સિદ્ધાંતોને જતા ન કરીને પવિત્ર રાજકારણ કઇ રીતે કરવું એ આ મહાન વ્યક્તિત્વ પાસેથી આજના નેતાઓએ શીખવું રહ્યું તેવી કોમેન્ટ પણ સોશિયલ મિડિયા પર ખુબ ચાલી હતી. ‘કણ-કણ કે સૌંદર્ય કો પીઉં’ એ લખનાર કવિ હૃદયી અને ‘સત્તાએ આતી રહેગી, જાતી રહેગી લોકતંત્ર અમર રેહના ચાહિયે’ કહેનાર એ દેશભક્તને દરેક વડોદરાવાસી તરફ થી શત શત નમન સોશિયલ મિડિયામાં કરવામાં આવ્યા હતા.

અેમ.અેસ. યુનિ.ની ચુંટણીનો માહોલ પણ જામવા માંડ્યો છે. ઓફીશીયલી ઉમેદવારોનાં નામ પણ એક પછી એક ડીકલેર થયા બાદ હવે આખરી કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યા છે. 15 ઑગસ્ટ માટેની દેશભક્તિ હવે તો સૌપ્રથમ વોટ્સએપનાં ડી.પી. માંથી જ વહેવા માંડી હતી. વડોદરાનાં ફેસબુક યુઝસૅ પણ પ્રોફાઇલ પીકમાં સ્વાતંત્ર્ય દિવસ પહેલા રાષ્ટ્રધ્વજ મૂકવાનું ભૂલે ખરાω ડીજીટલ ધ્વજનુંય પોતાનું મહત્વ છે. રસ્તામાં આમતેમ આપણું સ્વાભિમાન રઝડે તો નહીં. ભક્તિની જ વાત ચાલે છે તો બાપ્પાનાં આગમનને પણ કયાં બહું વાર છેω. ભક્તોમાંય શ્રીજી આગમન માટેની તૈયારીઓની હલચલ શરુ થઈ હોય તેમ જણાય છે. પણ આ વખતે સુરસાગરનુંય રીનોવેશન ચાલતું હોવાથી વિસજૅન ને લઈનેય લોકોમાં સોશિયલ મિડિયામાં ભારે અટકળો ચાલી રહી છે.

ભૌમિક

અન્ય સમાચારો પણ છે...