ચૂંટણીમાં કામગીરી સોંપવા બાબતે શિક્ષક સંઘોનો વિરોધ

Vadodara - ચૂંટણીમાં કામગીરી સોંપવા બાબતે શિક્ષક સંઘોનો વિરોધ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:05 AM IST
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ચૂંટણીઓમાં ગણિત,વિજ્ઞાન,અંગ્રેજીના શિક્ષકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવતાં માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘો દ્વારા જિલ્લા શિક્ષિણાધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીને કામગીરી નહિ સોંપવા માટે રજૂઆતો કરી છે. 2017માં મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મુખ્ય ત્રણ વિષયના શિક્ષકો સિવાયના શિક્ષકોને ફરજ સોંપી શકાય તેમ તેવા આદેશના આધારે રજૂઆતો કરાઇ છે.

લોકસભા,વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી,ઓળખકાર્ડ,મતદાર જાગૃતિ સહિત વિવિધ પ્રકારની કામગીરી માટે શિક્ષકોની નિમણૂકો કરવામાં આવતી હોય છે. જેમાં ચાર વર્ષ માટે બૂથ લેવલ ઓફિસરની નિમણૂક માટે ગણિત,વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષકોની નિમણૂક નહિ કરવા માટે 2017માં થયેલા આદેશોની અવગણના કરીને વડોદરા શહેરમાં 150 જેટલા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતાં શિક્ષક સંઘો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરણ પટેલ તથા ઉચ્ચતર માધ્યમિક સંઘના મંત્રી ધમેન્દ્ર જોશીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે મહત્ત્વના વિષયોના શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવાના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર અસર પહોંચશે. ચૂંટણી અધિકારી દ્વારા આડેધડ રીતે કરાયેલા આદેશો કરવામાં આવ્યા છે. જેથી ગ્રાન્ટેડ શાળાઓના બાળકોને વિપરિત અસર થાય છે.

X
Vadodara - ચૂંટણીમાં કામગીરી સોંપવા બાબતે શિક્ષક સંઘોનો વિરોધ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી