Home » Madhya Gujarat » Latest News » Vadodara City » કારમાં ઢોર લઇને જતા બે શખ્સોની ધરપકડ કરાઇ

કારમાં ઢોર લઇને જતા બે શખ્સોની ધરપકડ કરાઇ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:05 AM

ગત મોડી રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે...

  • કારમાં ઢોર લઇને જતા બે શખ્સોની ધરપકડ કરાઇ
    ગત મોડી રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે આર્યુવેદીક ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહેલી કાળા રંગની ફોર વ્હિલર કારને હાથ બતાવી રોકવાની કોશિષ કરતા કાર ચાલક અલ્પેશ ઠાકોર પટેલે પુરપાટ ઝડપે કાર હંકારતા પોલીસે કારનો પીછો કરી ડી માર્ટ પાસે રોકાવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા પાછળના ભાગે ખૂબ ક્રુરતા પૂર્વક બેસાડેલા બે ઢોર મળી આવતા કારમાં સવાર ભવાન કેશુભાઇ ચુનારા અને કાર ચાલક અલ્પેશ પટેલને ઢોરો અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે બંને વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending