કંપનીમાંથી કોપરની ચોરી કરી વેચવા જતાં 2 શખ્સ ઝડપાયા

જરોદના ભંગારવાળાને વેચવા જતા હોવાની કબૂલાત

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:05 AM
Vadodara - કંપનીમાંથી કોપરની ચોરી કરી વેચવા જતાં 2 શખ્સ ઝડપાયા
સાવલીની કેઇસી કંપનીમાંથી કોપર ચોરી કરી વેચવા જઇ રહેલા બે શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતાં. પોલીસે રૂા. 96000નું કોપર સહિત રૂા. 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સમલાયા ગામ રેલવે ફાટક પાસે બે શખ્સો કોપર કોઇલો રો મટિરિયલ લઇ જનાર છે તેવી બાતમી મળતાં એલસીબીની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદોને પકડી પાડ્યા હતાં. પૂછતાછ કરતાં સાવલીના ગોદમપુરાનો મહેન્દ્ર ગોરધન પાટણવાડિયા અને નવા મનોરપુરાનો રોહિત કોયા પાટણવાડિયા હોવાનું કહ્યું હતું. બંને પાસેથી રો મટિરિયલની કોપર કોયલ મળી આવી હતી. બંનેએ ગત 7મીએ રાત્રે ગામ નજીકની કેઇસી કંપનીમાંથી સાથીદારો કીશન રમણ પાટણવાડિયા અને જૂના મનોરપુરાના વિષ્ણુ ઉર્ફે લાલો તેમજ મેહુલ પાવા સાથે મળી ચોરી કરી હતી. ટોળકીએ સાવલીના ભંગારવાળા બાપુના કહેવાથી ચોરી કરી જરોદના ભંગારવાળા બંસીને વેચવા જતા હોવાની પણ કબૂલાત કરી હતી. તપાસમાં બંને અગલ અગલ બાર વખત રૂા. 1.80 લાખની 300 કિલો કોપર ચોરી કરી હતી.

બીજા સાથી દારોની મદદથી બંનેએ આ જ કંપનીમાં કોપરની ચોરી કરી જરોદના બંશીને અને સાવલીના રાજુને વેચી હતી. બંને પાસેથી રૂા. 96000ની 160 કિલો કોપર મળી આવ્યું હતું. પોલીસે 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

X
Vadodara - કંપનીમાંથી કોપરની ચોરી કરી વેચવા જતાં 2 શખ્સ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App