તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આર્મી દેશનું રક્ષણ કરે છે, રાજકિય ચંચુપાત બિલકુલ ના હોવો જોઇએ

આર્મી દેશનું રક્ષણ કરે છે, રાજકિય ચંચુપાત બિલકુલ ના હોવો જોઇએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારૂં જન્મસ્થળ પેટલાદ છે પરંતુ શાળાકીય અભ્યાસ વડોદરામાં થયો હતો. નાનપણથી મને રમતગમતનો શોખ હતો પરંતુ અમારા જમાનામાં મલખંભ અને ખોખો જેવી રમતો રમાતી હતી. શારીરિક રીતે હું ખુબ પાતળો હતો પરંતુ બાંધો મજબુત હતો. એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે હું એનસીસીમાં જોડાયો હતો. એનસીસીના જોડાણની પછી મને બેસ્ટ કેડેટ વડોદરા અને બેસ્ટ કેડેટ ગુજરાતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મને વર્ષ 1996માં દિલ્હી પરેડ દરમ્યાન ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટે પ્રયત્ન શરૂ કર્યા હતા. પ્રથમ બે ઇન્ટરવ્યૂમાં હું ફેલ થયો હતો. મારી પાસે પર્સનાલિટી હતી, ફિઝીકલ એપ્ટિટ્યુડ પણ સારૂ હતુ પરંતુ માર્ગદર્શનના અભાવે નિષ્ફળ જતો હતો. આત્મવિશ્વાસની ઉણપ હતી. ત્યારબાદ વોશરૂમમાં અરીસો લગાવ્યો હતો જેને એ જમાનામાં મેં 3 રૂપિયામાં ખરીદ્યો હતો. કાગળ પર ઇન્ટરવ્યુમાં પુછાઇ શકે તેવા પ્રશ્નો લખ્યા હતા તેને મોટેથી વાંચીને પ્રેકટિસ કરતો હતો. સમાચાર માટે રેડિયો સાંભળવાનું શરૂ કર્યું હતું. ત્રીજીવાર ઇન્ટરવ્યુ આપ્યો અને ઇન્ડિયન આર્મીમાં પસંદ થયો. મેં આર્ટિ‌લરીની 86 લાઈટ રેજિમેન્ટ (પેક)માં જોડાણ કર્યું હતું. તેમ 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ લડનાર આર્ટિ‌લરીની 86 લાઈટ રેજિમેન્ટમાં કેપ્ટન મૂળ વડોદરાના લેફ્ટેનન્ટ કર્નલ (નિ.) વિનોદ ફલનીકરએ જણાવ્યું હતું.

આત્મવિશ્વાસની ઉણપ દૂર કર્યા પછી આર્મીની પરીક્ષામાં પાસ થયા
પૂર્વ આર્મી મેનના માર્ગદર્શનમાં તાલીમ મેળવી 181 લોકો આર્મીમાં જોડાયા છે
ગુજરાતમાંથી ઓછા લોકો આર્મીમાં જોડાતા હોય છે. ઘણા યુવાનો એવા છે કે જેઓને આર્મીમાં જોડાવું છે પરંતુ માર્ગદર્શનનો અભાવ હોય છે. આથી આવા તમામ યુવાનોને તાલીમ આપું છું. હાલમાં મારી નીચે તાલીમ મેળવેલા લોકોમાંથી કુલ 181લોકો આર્મીમાં ફરજ બજાવે છે. જેમાં 6 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. તમામ યુવાનો સારી પોસ્ટ પર કાર્ય કરી રહ્યા છે. જીવનનું આ જ કાર્ય મહત્વનું હોય છે. તમે કેટલું લીધું તેના કરતાં કેટલું આપ્યું તે વાતને જ જીવી જવાની હોય છે.

મારો જવાન ક્યારેય લડાઇમાં મરવો ન જોઇએ તે જ નેમ સાથે મેદાને ઉતરતા હતા
દરેક ક્ષેત્રમાં નેતૃત્વ મહત્વનું હોય છે. જ્યારે વ્યક્તિ પાસે નેતૃત્વ હોય ત્યારે વ્યક્તિએ હંમેશા ઉદાહરણ સાથે લીડ કરવુ જોઇએ. મારી કેપ્ટનશીપ તળે ઘણા બધા જવાનો આર્મીમાં હતા. પરંતુ મારે મન હંમેશા એવું હતુ કે પરિસ્થિતિ ગમે તે આવે પરંતુ મારો જવાન મરવો ન જોઇએ. આર્મી દરમ્યાન દરેક વ્યક્તિએ ચોવીસ કલાક એલર્ટ રહેવું પડતું હોય છે. જો લીડર એલર્ટ હોય તો જવાન પણ એલર્ટ રહે છે.

લેફ્ટેનન્ટ કર્નલ (નિ.) વિનોદ ફલનીકર

1971ના યુદ્ધમાં આર્ટિલરીની રેજિમેન્ટમાં કેપ્ટન બન્યા હતા
1971ના યુદ્ધમાં મને આર્ટિ‌લરીની 86 લાઈટ રેજિમેન્ટમાં કેપ્ટન બનાવાયો હતો. 3 ડિસેમ્બરે શરૂ થયેલું યુદ્ધ 16 ડીસેમ્બર સુધી ચાલ્યું. પહેલા 5-6 દિવસ મોતનું તાંડવ રમાય છે. પરિસ્થિતી તંગ હતી. મારી ફોજ વેસ્ટર્ન બોર્ડર પર લલિયાળી અને 707 પર હતી. આ પોઝિશન અમારા માટે ડિફેન્સિવ હતી. અમારે દુશ્મનોને આગળ ધપતા અટકાવવાના હતા. અમે લગભગ 1200 તોપગોળા અમારી 120 મિલિમીટરની ર્મોટર્સ વડે સાતથી નવ કિમીની રેન્જ સુધી છોડયા હતા. 800 સૈનિકો ચોકીઓ પર વિખેરાયેલા હતા. પછી જાણવા મળ્યું કે ગોળાબારીથી 80 દુશ્મનો ઢળ્યા હતા. આર્મી દેશના રક્ષણનું કાર્ય કરે તેમાં રાજકીય ચંચુપાત ન હોવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...