પ્રાથમિક શાળાના બાળકોએ વૃક્ષો વાવવાની સાથે દત્તક પણ લીધાં

પ્રાથમિક શાળાના બાળકોએ વૃક્ષો વાવવાની સાથે દત્તક પણ લીધાં

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:05 AM IST
પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને નાનપણથી જ વૃક્ષોનું મહત્ત્વ સમજાવવા અને વૃક્ષો પ્રત્યે લાગણી ઉભી થાય તે માટે શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી સોસાયટીના 15 બાળકોએ વૃક્ષારોપણ કરી તેને દત્તક લઇ તેનાં નામ આપ્યાં હતાં. બાળકોએ ઝાડ- રોપા વાવવાની સાથે તેને સંભાળ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

શહેરના પોલોગ્રાઉન્ડ ધાયબર કોલોની સાંઇ મંત્ર ટાવરમાં રહેતા 15 નાના ભૂલકાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાળકોએ વૃક્ષો વાવવાની સાથે તેની આજીવન દેખરેખ રાખવા માટે પ્રતિજ્ઞા લઇ પોતાનું નામ આપ્યું હતું. જે સંદર્ભે સોસાયટીમાં રહેતા મીલનભાઇ રાવસાહેબ લાસુરે સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતુ કે,નાની ઉંમરે બાળકોમાં પર્યાવરણ સંદર્ભે જાગૃતતા લાવવા માટે બાળકોના કામને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બાળકોએ જાતે જ ઝાડ રોપ્યું છે અને આજીવન તેને દત્તક લીધું છે.

આવનારી પેઢીને વૃક્ષોનું શું મહત્ત્વ છે તેની સમજણ આપવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના 15 બાળકો દ્વારા જાતે ખાડા ખોદી વૃક્ષો વાવ્યાં હતાં અને બાળકોએ વાવેલાં વૃક્ષોને પોતાનું નામ આપી પ્રતિજ્ઞા લીધી હતી કે,જે રીતે મમ્મીપપ્પા અમારું ધ્યાન રાખે છે તે જ રીતે વૃક્ષોનું આજીવન ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે.

પોઝિટિવ

પોલોગ્રાઉન્ડ પાસેની સોસાયટીના 15 બાળકોએ વૃક્ષોની સંભાળ રાખવાની પ્રતિજ્ઞા લીધી

પોલોગ્રઉન્ડ પાસે આવેલ ઘાયબર સો. ના 15 બાળકોએ વૃક્ષારોપણ કરી વૃક્ષો દતક લીઘા .

વૃક્ષો અને પિંજરા પર બાળકનું નામ લખાયા

દરેક વૃક્ષ પર એક બાળકનું નામ લખવા પાછળનું મુખ્ય કારણ તેને તે વૃક્ષ પ્રત્યે લાગણી ઉભી થાય અને તે તેની જવાબદારી છે. હવે તેવા હેતુ સાથે બાળકોનાં નામ લખવામાં આવ્યાં છે. વૃક્ષોના પીંજરા પર બાળકોનું પૂરુ નામ લખાયું છે. જો તે બાળક હાજર ન હોય તે સમયે ઝાડની દેખરેખ રાખવાની જવાબદારી તેના પિતાની રહે છે.

બાળકો સ્કૂલ જતાં પહેલાં અને સાંજે રમતાં પૂર્વે ઝાડને પાણી આપે છે

બાળકોએ વાવેલાં વૃક્ષોનું પોતે એટલું ધ્યાન રાખે છે કે, સવારે સ્કૂલ જતાં પહેલાં બાળક પોતે વાવેલા વૃક્ષને પાણી પીવડાવે છે અને ત્યારબાદ સ્કૂલ જાય છે. તેમજ સાંજના સમયે કોમન પ્લોટમાં રમવા આવે ત્યારે બાળકો ઘરેથી પાણી લાવી પહેલાં ઝાડને પીવડાવે છે અને ત્યારબાદ મિત્રો સાથે રમે છે.

X
પ્રાથમિક શાળાના બાળકોએ વૃક્ષો વાવવાની સાથે દત્તક પણ લીધાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી