Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - ગણેશ ઉત્સવનાં નાણાંમાંથી ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવશે

ગણેશ ઉત્સવનાં નાણાંમાંથી ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:05 AM

Vadodara News - ન્યૂઝ બ્રીફ

 • Vadodara - ગણેશ ઉત્સવનાં નાણાંમાંથી ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવશે
  વડોદરા | શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા છેલ્લા ગણેશ ઉત્સવની ઉજવણી સાથે તેમાંથી દાનપેટે એકત્ર થતી રકમમાંથી અત્યાર સુધી કુલ 400 ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરાઈ છે. આ વર્ષે માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની સાથે સાથે ગણેશ ઉત્સવ દરમ્યાન બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે 400 ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યા સહાય આપ્યા બાદ પણ આ વર્ષે પણ મંડળ દ્વારા દાનપેટે એકત્ર થનાર રકમમાંથી ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સહાય કરવામાં આવશે.

  જીઆઇડીસી નાળામાં પડેલા યુવાનને ફાયર બ્રિગેડે બહાર કાઢી બચાવ્યો

  વડોદરા | શહેરના મકરપુરા જીઆઇડીસી પાસે મોડી રાત્રે ખાડામાં પડેલા યુવાનને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા મળેલી માહિતી મુજબ રાત્રે 12:30 વાગે રાજાભાઇ નામની વ્યક્તિ બીએસએનએલ ઓફિસ પાસે આવેલા નાળામાં પડ્યો હતો.જેને બહાર કાઢી સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો. આ યુવાન કેવી રીતે નાળામાં પડ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી.

  વાદળો હટી જતાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું

  વડોદરા | શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળો હટી જતાં તાપમાનના પારામાં વધારો થયો છે. મંગળવારે મહત્તમ તાપમાનનો પોરો 33.2 ડિગ્રી પર પહોંચી ગયો હતો. જ્યારે લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી રહ્યું હતું. રવિવારે શહેરનું તાપમાન 29.4 ડિગ્રી અને સોમવારના રોજ તાપમાનનો પારો 33 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારના રોજ હવામાં ભેજનું પ્રમાણ વહેલી સવારે 80 ટકા અને સમી સાંજે 50 ટકા નોંધાયું હતું. જ્યારે હવાની ઝડપ દક્ષિણ-પશ્ચિમ દિશાથી 10 કિમીની ઝડપે નોંધાઈ હતી. બુધવારે પણ શહેરનું તાપમાન 32 ડિગ્રી સુધી રહેશે.

  એક જ ગામમાંથી બે મગર ઝડપાયા

  જાંબુઆ પાસેના સુંદરપુરામા 12 કલાકમાં જ બે મગર ગામમાં આવી જતાં રેસ્કયુ કરાયા હતા. જેમાંથી એક મગર કૂવામાં પડી ગયો હતો. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાએ ઘટનાસ્થળે પહોંચીને ગ્રામજનોની મદદથી કૂવાનું પાણી ખાલી કરી મગરને બહાર કાઢ્યો હતો. સોમવારે રાતે પણ સુંદરપુરા ગામે એક મગર તળાવમાંથી ગામના ખેતરમાં પ્રવેશતાં બંને મગરને રેસ્કયુ કરી વનવિભાગને સોંપ્યા હતા.

  વિદેશ મોકલવા 1.69 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં 3 આરોપીના રિમાન્ડ મંજૂર

  વડોદરા | સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામની ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકો પરીન ઠક્કર અને નિર્મલ વ્યાસ થાઇલેન્ડ, યુરોપ,અમેરિકાના સસ્તા દરે વિદેશ પ્રવાસની લાલચ આપી સંચાલકોએ ઓફિસ બંધ કરી દેતાં લોકોએ પોલીસ ફરિયાદ આપી હતી, જેમાં સંચાલકો સામે 1,69કરોડની છેતરપિંડીનો આરોપ હતો.આ કેસમાં નિર્મલ વ્યાસ,આશિષ ચોક્સી ,સૌરભ ઉપાધ્યાય હાઇકોર્ટમાં આગોતરા મેળવી પોલીસ મથકે હાજર થતાં જામીન પર મુક્ત કરાયા હતા. પોલીસે આરોપીઓના 2 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

  108ના કર્મચારીએ દર્દીને 70 હજારની વસ્તુઓ પરત કરી

  વડોદરા | પોર પાસેના દર્શન હોટેલની સામે કાન્તિભાઇ વસાવાને એક્સિડન્ટ થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 108એ ઘટનાસ્થળે પહોંચીને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમના ખિસ્સામાં રહેલી તેમની સોનાની ચેઇન, બે વીંટી તથા પર્સ એમ કુલ 70 હજારની મતાની વસ્તુઓ વાનમાં જ રહી ગઇ હતી. 108ના ડ્રાઇવર જીતેન્દ્ર પુરોહિત તથા ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન ઇલ્યાસ શેખને આ વસ્તુઓ મળી હતી. તેઓએ તરત જ દર્દીને ફોન કરીનેે તમામ વસ્તુ દર્દીની દીકરી ગીતાબેન વસાવાને પરત કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ