કાષ્ટના દેરાસરનો 20 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયો હતો

ભાસ્કર વિશેષ ઘડિયાળી પોળની જાની શેરીમાં આવેલું શ્રી આદિશ્વર ભગાવનનું દેરાસર 800 વર્ષ પુરાણું છેે

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:05 AM
Vadodara - કાષ્ટના દેરાસરનો 20 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયો હતો
ઘડિયાળી પોળ જાની શેરી ખાતેનું આદિશ્વર ભગવાનનું પ્રાચીન દેરાસર

ધાર્મિક રિપોર્ટર | વડોદરા

વડોદરાનાં 11 પ્રાચીન દેરાસરોમાં ઘડિયાળી પોળના જાનીશેરીમાં આવેલ 800 વર્ષ પ્રાચીન શ્રી આદિશ્વર ભગવાનના દેરાસરનો સમાવેશ થાય છે. આદિશ્વર ભગવાનનું દેરાસર સાગર સંઘનું મુખ્ય દેરાસર પણ કહેવાય છે. જૈનગ્રંથો મુજબ પ્રથમ આ દેરાસર કાષ્ટ (લાકડા)નું હતું. આશરે 20 વર્ષ પહેલાં આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ દેરાસરમાં આદિનાથ ભગવાનના જમણા હાથે બાવીસમા તીર્થંકર પ્રભુ શ્રી નેમનાથ તેમજ ડાબા હાથે પાંચમા તીર્થંકર પ્રભુ શ્રી સુમતિનાથની પ્રતિમાઓ આવેલી છે. સંવત 1975માં છોટાલાલ હિરાલાલ વૈધ દ્વારા નેમનાથ અને સુમતીનાથ પ્રભુની પ્રતિમાઓને આદિશ્વર ભગવાનના દેરાસરમાં પધરાવ્યાં હતાં. જ્યારે આ દેરાસરમાં કુલ 9 આરસની અને 30 ધાતુની પ્રતિમાઓ આવેલી છે.

જૈન અગ્રણી જયેશ ચુડગરના જણાવ્યા અનુસાર, આ દેરાસરની પ્રાચીનતા અંગે સંશોધન કરતા ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ ઉમાકાન્ત શાહના જાનીશેરીના મકાનના વિ.સં.1814 અને વિ.સં.1848 દસ્તાવેજો વાંચતાં મકાનની દક્ષિણે શ્રી આદેશ્વરજીનું દહેરું છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે આદિનાથ પ્રભુની મૂર્તિ સંપ્રતિ કાળની હોવાનું મનાય છે. વર્ષ 2000ની સાલમાં દેરાસરના જીર્ણોદ્ધારનું કામ પૂરું થયું હતું. તે સમયે ગર્ભગૃહમાં મહાવીર સ્વામીજીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. ગર્ભગૃહની બહાર અધિષ્ઠાયક દેવ શ્રી ગોમુખ યક્ષ,અધિષ્ઠાયિકાદેવી શ્રી ચક્કેશ્વરી માતાજીની પ્રતિમાઓને પણ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.

X
Vadodara - કાષ્ટના દેરાસરનો 20 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App