યુનિ.માં વર્ષે સિક્યુરિટી પાછળ 3 કરોડ ખર્ચ છતાં પોલીસને ભરોસે

40% વિદ્યાર્થીઓનાં આઇકાર્ડ પણ ચેક કરી શકતા નથી વિજિલન્સ સ્ટાફ હોવા છતાં મારામારીના બનાવો બને છે

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
યુનિ.માં વર્ષે સિક્યુરિટી પાછળ 3 કરોડ ખર્ચ છતાં પોલીસને ભરોસે
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિ. દર વર્ષે પોતાના બજેટમાં યુનિવર્સિટી કેમ્પસ તેમજ હોસ્ટેલ કેમ્પસમાં સિક્યુરિટી પાછળ અંદાજિત 3 કરોડ રૂપિયા ખર્ચે છે. પરંતુ વિદ્યાર્થીઓ વચ્ચે થતી મારામારી અને બોલાચાલીના સમયે યુનિ. દ્વારા દર વખતે તાત્કાલિક અસરથી પોલીસને બોલાવી લેવામાં આવતી હોય છે. સિક્યુરિટી અને વિજિલન્સમાં પૂરતો સ્ટાફ હોવા છતાં આ પ્રકારે યુનિ. કેમ્પસમાં અવારનવાર પોલીસ આવવાના કિસ્સાઓથી વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ રહેતો હોય છે.

યુનિવર્સીટી પોતાના વાર્ષિક બજેટમાં સિક્યુરિટી અને વિજિલન્સ પાછળ અંદાજે 3 કરોડ રૂપિયા ખર્ચતી હોવા છતાં હોસ્ટેલમાં ચેકિંગથી લઈને મારામારીના સમયે પોતાના સિક્યુરિટી અને વિજિલન્સને બાજુમાં મૂકીને સીધી પોલીસને બોલાવી લેવામાં આવતી હોય છે. દરવર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો વિદ્યાર્થીઓની સુરક્ષા પાછળ કરીને પણ અંતે પોલીસને બોલાવવામાં આવતાં જેમની ફીમાંથી આ ખર્ચ કરવામાં આવતા હોય છે તે વિદ્યાર્થીઓ પણ પોતે ગુનેગાર હોય તેવું મેહસૂસ કરી રહ્યા છે. યુનિવર્સિટીની સિક્યુરિટીમાં કામ કરતા લોકો પૈકી 40% એવા છે જે વિદ્યાર્થીઓનાં આઈકાર્ડ ચેક કરી શકતા નથી, જ્યારે મોટા ભાગના સિક્યુરિટી ગાર્ડ્સ જ વિદ્યાર્થીઓને ચેકિંગથી લઈને મારામારીના સમયે બચાવી લેતા હોય છે.

X
યુનિ.માં વર્ષે સિક્યુરિટી પાછળ 3 કરોડ ખર્ચ છતાં પોલીસને ભરોસે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App