એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા
મ.સ.યુનિ.ના એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી ડિપાર્ટમેન્ટમાં રિસર્ચ સ્કોલર તરીકે અભ્યાસ કરતા ડો.હેમેન્દ્ર મિસ્ત્રીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ભણાવી રહેલા શિક્ષકો માટે ખાસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ડિઝાઇન કર્યો છે.તેમના કામ માટે સરકારની કોપીરાઇટ એજન્સી દ્વારા તેમના ટેસ્ટને કોપીરાઇટ મેળવવામાં સફળતા હાંસલ થઇ છે.હાલ દેશના તમામ લોકોને ધ્યાનમાં રાખીને ટેસ્ટ અંગ્રેજીમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે,આગામી દિવસોમાં અન્ય ભાષાઓમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ તૈયાર કરવામાં આવશે.
ડો.હેમેન્દ્ર મિસ્ત્રી પોતે દિવ્યાંગ હોવાને કારણે દિવ્યાંગોને લગતી સમસ્યાઓથી પહેલેથી જ જાણતા હતા.તેમણે તેમના જેવા કેટલાય લોકો માટે ભણાવી રહેલા શિક્ષકો માટે ખાસ ટેસ્ટ ડિઝાઇન કર્યો છે,જેને કારણે શિક્ષકો દિવ્યાંગ વિદ્યાર્થીઓની જરૂરિયાતો સરળતાથી સમજી શકશે અને તેમના માટે વધારે સારી રીતે કામ થઇ શકશે.એપ્ટિટ્યૂડ ટેસ્ટ તેમણે પ્રથમ યુ.જી.સીની મંજૂરી માટે મોકલાવ્યો હતો. તેમની મંજૂરી બાદ તેના પર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.એક વર્ષના રિવ્યૂ તથા સરવે બાદ એપ્ટિટ્યૂડ ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.એપ્ટ્ટ્યૂડ ટેસ્ટનું નામ ઇન્કલુઝિવ એજ્યુકેશન ટીચિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ (આઇ.ઇ.ટી.એ.ટી) રાખવામાં આવ્યું છે.ટેસ્ટમાં ભણતરનાં તમામ પાસાંઓને સમાવવામાં આવ્યાં છે.બાળકોની રહેલી દિવ્યાંગતાને ઓળખી શકાય,દિવ્યાંગ વિદ્યાર્થી તરફી વલણ ચકાસી શકાય,દિવ્યાંગોને ભણાવવાની પ્રત્યે સ્કિલની ઓળખ કરવીનાં તમામ પાસાંઓ એક ટેસ્ટના માધ્મમથી ચકાસી શકાય તેવી રીતે આઇ.ઇ.ટી.એ.ટી ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
ડો.હેમેન્દ્રએ ટેસ્ટ તૈયાર કરવા માટે વિવિધ 17 એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવી રહેલા 552 પ્રિ-સર્વિસ શિક્ષકો પાસેથી સેમ્પલ સરવે કરાયો હતો.એપ્ટિટ્યૂડ ટેસ્ટને હાલ અંગ્રેજી ભાષામાં બનાવવામાં આવ્યો છે,આગામી દિવસોમાં અન્ય ભાષાઓમાં ડિઝાઇન કરાશે.