આજે ડીબી મિલિયન ટ્રી ચેલેન્જમાં બીજનું વિતરણ

દિવ્ય ભાસ્કરે પોતાના એક વૃક્ષ એક જિંદગી અભિયાન અંતર્ગત ‘ડીબી મિલયન ટ્રી ચેલેન્જ’ની શરૂઆત કરી છે. તે અંતર્ગત આપ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Vadodara - આજે ડીબી મિલિયન ટ્રી ચેલેન્જમાં બીજનું વિતરણ
દિવ્ય ભાસ્કરે પોતાના એક વૃક્ષ એક જિંદગી અભિયાન અંતર્ગત ‘ડીબી મિલયન ટ્રી ચેલેન્જ’ની શરૂઆત કરી છે. તે અંતર્ગત આપ દરેક વાચકોની સાથે મળીને 10 લાખ વૃક્ષ વાવવાનું લક્ષ્ય છે. આ દિશામાં આગળ વધતા દિવ્ય ભાસ્કર તરફથી રવિવાર 16 સપ્ટેમ્બરે વડોદરા સેન્ટર સ્કૅવર મોલ, ગેંડા સર્કલ ખાતે 12થી સાંજના 6 દરમિયાન છોડના બીજના પેકેટ્સનું ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરાશે. દેશભરના વિભિન્ન શહેરોમાં એક જ દિવસમાં બીજના બે લાખ પેકેટ વહેંચાશે. ભાસ્કર એક નવા વિચાર સાથે અભિયાન ચલાવી રહ્યું છે. વિચાર એ છે કે નાની હોય કે મોટી, જિંદગીની દરેક ખાસ પળને યાદગાર બનાવવા એક છોડ રોપવામાં આવે. ઘરમાં જ્યારે નાના મહેમાન આવે, જ્યારે પહેલું ઘર ખરીદો, પહેલી નોકરી, પહેલી સેલેરી, જન્મ દિવસ, લગ્ન અથવા કોઇપણ એવી ક્ષણ જે જીવનમાં ખાસ હોય તે દરેક ક્ષણની યાદ માટે એક છોડ જરૂર રોપાય. જ્યારે તે છોડ મોટો થશે તો લાંબા સમય સુધી તે ખાસ પળોની યાદોને તાજી રાખશે. ખાસ પળને યાદગાર બનાવવા માટે છોડની જગ્યાએ બીજ પણ લગાવી શકો છો. રવિવારે ડિસ્ટ્રીબ્યુટ થનાર બીજને તમે પણ ખાસ પળોને યાદગાર બનાવવા માટે વાવો.

શેયર કરો તમારી પળો : આપ પણ ડીબી મિલિયન ટ્રી ચેલેન્જનો હિસ્સો બની શકો છો. આપ અમને રોપેલા છોડની સાથે એક સેલ્ફી અથવા વીડિયો મોકલીને નામ, શહેરનું નામ અને આપની ખાસ યાદો વિશે જણાવો. આપ તેને ફેસબુક અથવા ઇન્સ્ટ્રાગ્રામ પર #DB Million Tree Challange પર ટેગ કરો. આ રીતે તમે ડીબી મિલિયન ટ્રી ચેલેન્જમાં યોગદાન આપશો. બીજાની સાથે પોતાની ખાસ પળોની યાદોને શેયર કરીને બીજા લોકોને પણ આવું કરવા માટે પ્રેરિત કરશો.

દિવ્ય ભાસ્કર અભિયાન

X
Vadodara - આજે ડીબી મિલિયન ટ્રી ચેલેન્જમાં બીજનું વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App