પીકઅપ ટેમ્પોમા સંતાડેલો 96 હજારનો દારૂ ઝડપાયો

પોલીસે રૂા. 5,96,080નો મુદ્દામાલ કબજે કર્યો અનંતા સમૃદ્ધિ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ટેમ્પો હતો

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
પીકઅપ ટેમ્પોમા સંતાડેલો 96 હજારનો દારૂ ઝડપાયો
જૂદી જૂદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો પીકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી સંતાડી રાખ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે આજવા રોડ અનંતા સમૃદ્ધિ કોમ્પ્લેક્ષના પાર્કિંગ પડેલ પીકઅપ ટેમ્પોની તપાસ કરતાં રૂ. 96 હજારનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પીકઅપ ટેમ્પો સહિત દારૂનો જથ્થો મળી કુલ રૂા. 5,96,080નો મુદ્દામાલ કબજે કરી બૂટલેગરની શોધખોળ હાથ ધરી હતી. આજવા રોડ પર આવેલા અનંત સમૃદ્ધિ કોમ્પ્લેક્ષમાં રહેતા વિજય પ્રભાતભાઇ ઠાકરડા છેલ્લા ઘણા સમયથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ લાવી પોતાના પીકઅપ ટેમ્પોમાં છુપાવી વેચતો હોવાની બાતમીના આધારે બાપોદ પોલીસે તપાસ કરતાં કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં સફેદ રંગનો પીકઅપ ટેમ્પો મળી આવ્યો હતો.

પીકઅપ ટેમ્પોના નીચેના ભાગે અલગથી લોખંડની પ્લેટથી લગાડી ચોરખાનું બનાવ્યું હતું. પોલીસે પાછળના ભાગેથી પીકઅપ ટેમ્પોની બોડી હટાવતાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો મળી આવી હતી જોકે પોલીસે સ્થળ પર પહોંચે તે પહેલાં જ વિજય ઠાકરડા ફરાર થઇ ગયો હતો.

X
પીકઅપ ટેમ્પોમા સંતાડેલો 96 હજારનો દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App