તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂર્વ UGS પ્રિયંકા પટેલનો શિક્ષિકા સાથે દુર્વ્યવહાર

પૂર્વ UGS પ્રિયંકા પટેલનો શિક્ષિકા સાથે દુર્વ્યવહાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટી યુનિટ બિલ્ડિંગમાં ચાલુ લેક્ચરમાં યુનિ.ની પૂર્વ યુ.જી.એસ પ્રિયંકા પટેલે અંદર પ્રવેશીને શિક્ષિકા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. થોડા સમય અગાઉ જ જોડાયેલ શિક્ષિકા વિદ્યાર્થી અગ્રણીના આ પ્રકારના વલણથી ડઘાઈ જતાં રડી પડ્યાં હતાં અને ચાલુ લેક્ચરમાં શિક્ષિક સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવતાં વિદ્યાર્થીઓએ પણ ઊહાપોહ મચાવ્યો હતો અને યુનિટ બિલ્ડિંગના કો ઓર્ડિનેટરને આ અંગે પગલાં લેવા માટે લેખિતમાં અરજી કરી હતી.

આ અંગે પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે અમારા યુ.જી.એસ અને વી.પી ના ઉમેદવારો કેમ્પેઇનિંગ માટે ગયા ત્યારે આ શિક્ષિકાએ જ અપશબ્દો બોલીને પ્રચાર કરતાં અટકાવ્યાં હતાં. જ્યારે આ શિક્ષિકા એન.એસ.યુ.આઇ ના ઉમેદવારો તેમજ આઇકાર્ડ વગર કેમ્પસમાં પડ્યા પાથર્યા રહેતા હોદ્દેદારોને પણ ચાલુ કલાસમાં અંદર ઘૂસવા દેતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...