શહેરના વિવિધ વિસ્તારમાંથી મોબાઇલ ચોરતી ટોળકી ઝડપાઇ

શહેરના વિવિધ વિસ્તારમાંથી મોબાઇલ ચોરતી ટોળકી ઝડપાઇ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:05 AM IST
વડોદરા | સમા પોલીસે પેટ્રોલીગં દરમિયાન સમા ખોડીયારનગર પાસેથી મહેશ ઉર્ફે ગટ્ટી સુનીલ વણઝારા , અજય રમેશ ,સોહમ પુનમ મકવાણા , રવિન્દ્ર સંજય બેલદારને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયા હતા. પોલીસે તેમની ઝડતી લેતાં તેમની પાસેથી જુદી જુદી કંપનીના 11 મોબાઇલ ફોન (કિંમત 66700 રુપીયા) મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3 બાઇક પણ કબજે કરી હતી. આ શખ્સોની પુછપરછમાં તેમણે ગોરવા, વારસીયા, માંજલપુર, સમા વિસ્તારમાંથી મોબાઇલની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટોળકીની ઉંડી પુછપરછ શરું કરી હતી.

X
શહેરના વિવિધ વિસ્તારમાંથી મોબાઇલ ચોરતી ટોળકી ઝડપાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી