4 ફૂટથી મોટી માટીની મૂર્તિ PoP જેટલી જ હાનીકારક નિવડે છે

1 દિવસમાં માટીની 3 અને PoPની 150 મૂર્તિ બનાવવામાં આવે છે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Vadodara - 4 ફૂટથી મોટી માટીની મૂર્તિ PoP જેટલી જ હાનીકારક નિવડે છે
પીઓપીની મૂર્તિથી પર્યાવરણને નુકસાન થાય છે. આ બાબતે જાગૃતતા આવ્યા બાદ શહેરજનો મોટી સંખ્યામાં માટીની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છે. ઘણા વર્ષોથી POPની મૂર્તિ બનતી હતી ત્યારે ઓપ્શનમાં માટીના ગણેશ 5 વર્ષથી બનાવાઇ રહ્યા છે. માટીના ગણેશ જો 4 ફૂટથી વધુ ઉંચાઇના હોય તો તે 1 ફૂટની પીઓપીની મૂર્તિ જેટલું જ નુકસાન પર્યાવરણને કરે છે. તેમ પેઢીઓથી માટીના ગણેશ બનાવતા મૂર્તિકાર જીતેન્દ્ર શ્રીકાંત સંતે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે 4 ફૂટની માટીની મૂર્તિ બનાવવા માટે જે મટિરીયલ વપરાય તે ઓગળતાં પણ 8 મહિનાઓથી વધુ સમય લાગે છે.

Eco-Friendly Ganeshji

5-7 વર્ષથી માટીની મૂર્તિનો ક્રેઝ છે, 4 ફૂટથી ઓછી હોય તેવો નિયમ જોઇએ

પીઓપીની ગગનચુંબી ગણેશ પ્રતિમાઓ બેસાડીને લોકો 10 દિવસ તેમની પૂજા કરે છે અને ત્યારબાદ ભક્તિભાવ પૂર્વક વિસર્જન પણ કરે છે. છેલ્લા 5-7 વર્ષથી માટીના ગણેશ બનાવો અને પર્યાવરણને બચાવો એવો નારો લઈને અનેક લોકો સમાજમાં ફરી રહ્યા છે ત્યારે તેમને એક જ સંદેશ છે કે માટીના હોય કે પીઓપીના ગણેશ આસ્થાનો વિષય છે અને તેની સાથે ચેડા કરવા ન જોઈએ. જો માટીની મૂર્તિ બનાવી હોય તો 4 ફૂટ કે તેનાથી ઓછી હાઈટની બનાવવી જોઈએ, નહી તો પીઓપીની પ્રતિમા જ સારી તેમ મૂર્તિકાર જીતેન્દ્ર શ્રીકાંત સંતે જણાવ્યું હતું.

4 ફૂટથી ઊંચી મૂર્તિમાં બાંબુ, ઘાસ ડાંગરનો ભુક્કો, કેમિકલ વપરાય છે

છેલ્લા 5 વર્ષથી લોકો પર્યાવરણને બચાવવા માટે માટીની મૂર્તિ સ્થાપે છે. ગણપતિના તહેવારમાં માટીના ગણેશનો ક્રેઝ વધ્યો છે. 1થી 4 ફૂટ સુધીની જો માટીની મૂર્તિ બનાવવામાં આવે તો તે પર્યાવરણને નુકસાન નથી કરતી. પરંતુ તેનાથી વધુ ઉંચાઇ હોય તો તે પર્યાવરણને નુકસાન કરે છે. કારણ કે 4 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા માટે બાંબુ, ઘાસ, ડાંગરનો ભૂકો, કાળી માટી અને કેમિકલ વાળા રંગનો ઉપયોગ માટીના થાય છે. આ તમામ વસ્તુથી બનેલ મૂર્તિનું જ્યારે વિસર્જન કરવામાં ત્યારે તે 8થી 10 મહિના સુધી ઓગળતી નથી. જેથી માટીની મૂર્તિ બનાવવાની હોય તો 4 ફૂટથી નાની જ બનાવવી જોઈએ.

પર્યાવરણ ત્યારે જ સચવાશે જ્યારે ગણેશ 4 ફૂટના અને માટીના હશે

4 ફૂટના માટીના ગણેશ બનાવવામાં કાથી, માટી, સાદા વોટર કલર અને લાકડીની સળીનો ઉપયોગ થાય છે. જેને પાણીમાં ઓગળતા 3થી 5 દિવસ જેટલો સમય લાગે છે અને તેના દ્વારા જળચર પ્રાણીઓને નુકસાન પણ થતું નથી અને પર્યાવરણ પણ સચવાય છે.

X
Vadodara - 4 ફૂટથી મોટી માટીની મૂર્તિ PoP જેટલી જ હાનીકારક નિવડે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App