તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલિકાએ મિલકત ટાંચમાં લેવા વોરંટ બજાવવાનંુ શરૂ કર્યું, 25 હજારથી વધુ વેરાના 18249 બાકીદાર

પાલિકાએ મિલકત ટાંચમાં લેવા વોરંટ બજાવવાનંુ શરૂ કર્યું, 25 હજારથી વધુ વેરાના 18249 બાકીદાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.25000થી વધુ મિલકતવેરાના 18249 બાકીદારો સામે પાલિકાએ વોરંટ બજાવવાની શરૂઆત કરી છે અને 30મી ઓગસ્ટ સુધીમાં તમામ વોરંટની બજવણી પૂરી કરીને મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે. એટલું જ નહીં, કોમર્શિયલ મિલકતધારકોની મિલકતોને સીલ કરવા માટે પાલિકા પ્રાથમિકતા આપનાર હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

પાલિકાના વર્ષ 12018-19ના બજેટમાં મિલકતવેરા માટે રૂા.18226 લાખ,ડ્રેનેજ ટેક્સ પેટે રૂા.5303 લાખ,ફાયર ટેકસ પેટે રૂા.200 લાખ, સફાઇ ચાર્જના રૂા.3634 લાખ,પાણીકર-ચાર્જના રૂા.8861 લાખ,એજ્યુકેશન સેસના રૂા.3000 લાખ મળી કુલ રૂા.46014 લાખનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. પાલિકાની આવકનો મુખ્ય આધાર કરની આવક પર છે અને તા.1 એપ્રિલથી તા.18 ઓગસ્ટ સુધીમાં કુલ 32707 લાખની આવક મેળવવામાં આવતાં 71 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો છે. જોકે, હજુ પણ 13306 લાખ રૂપિયાની આવક મેળવવા માટે પાલિકાએ તનતોડ મહેનત કરવી પડશે અને રૂા.25000થી વધુ રકમના વેરાના બાકીદારોની યાદી તૈયાર કરીને વોર્ડ દીઠ વોરંટ બજવણી શરૂ કરી દેવાઇ છે.

30મી ઓગસ્ટ સુધીમાં બજવણી પૂરી કરીને મિલકતો ટાંચમાં લેવાશે
પહેલાં પશ્ચિમ વિસ્તારનો વારો
પાલિકાએ પશ્ચિમ ઝોનના બાકીદારોથી મિલકત ટાંચમાં લેવાનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે પશ્ચિમ ઝોનના વહીવટી વોર્ડ નંબર 6,10 અને 11ના 3000 બાકીદારોની મિલકતો ટાંચમાં લેવા તાકીદ કરાશે. બીજા તબક્કામાં દક્ષિણ ઝોનના વહીવટી વોર્ડ નંબર 3,4 અને 12ના 3444 બાકીદારો,ત્યારબાદ ઉત્તર ઝોનના વોર્ડ નંબર 5,7 અને 8ના 6100 બાકીદારોની મિલકતોને સીલ કરાશે. વોર્ડ નંબર 1,2 અને 9ના 5500 બાકીદારો પર તવાઇ આાવશે.

અન્ય સમાચારો પણ છે...