તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાનો નામે કરી આપવા રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરામહાનગર પાલિકામાં કામ કરતા સફાઇ કર્મચારીઓને રહેવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસો હપ્તેથી નાણાં લઇ ફાળવી અપાયા હતા. મકાનોની કિંમતના હપ્તા પૂરાં થયાને 30 થી 40 વર્ષનો સમય વિતી જવા છતાં સફાઇ કર્મચારીઓને મકાનો તેમના નામે કરી અપાયાં નથી. જેથી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુ.કમિશનરને પત્ર લખી સફાઇ સેવકોને ફાળવાયેલા મકાનો તેમના નામે કરી આપવા રજૂઆત કરી છે.

વિપક્ષી નેતાએ મ્યુ.કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, શહેરના ગોયાગેટ દરવાજા, 54 ક્વાટર્સ જૂનીગઢી, મંગલેશ્વર, નાગરવાડા, નવી ધરતી, 18 ક્વાટર્સ, તુલસીવાડી, સંગમ, નવાપુરા 56 ક્વાટર્સ ખાતે સફાઇ સેવકોને રહેવા માટેના આવાસો ફાળવાયા હતા. માટે ફાળવાયેલા આવાસોના નાણાં તેમના પગારમાંથી હપ્તે હપ્તે કાપી લેવાની નીતિ નક્કી કરાઇ હતી. આવાસોના હપ્તા પૂરાં થઇ ગયાને વર્ષો વિતી ગયા છે. તેમ છતાં આજદિન સુધી મકાનો તેમના નામે કરી આપવામાં આવ્યા નથી. જેથી સફાઇ સેવકોના ઘરમાં લગ્નપ્રસંગ હોય, બાળકોને એડમિશન લેવું હોય અથવા કોઇ ગંભીર બીમારીના પ્રસંગે તેઓ મકાન ઉપર લોન લઇ શક્તા નથી.

વિપક્ષી નેતાએ મકાનોના પૂરેપૂરાં નાણાં સફાઇ કર્મચારીઓ પાસેથી વસુલવામાં અાવ્યા હોઇ મકાનો હવે તેમના નામે કરી આપવા મ્યુ.કમિશનરને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો