તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટેશનનું પ્રિપેડ રિક્શા સ્ટેન્ડ એક માસમાં બંધ

સ્ટેશનનું પ્રિપેડ રિક્શા સ્ટેન્ડ એક માસમાં બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરનારેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં શરૂ થયેલા પ્રિપેડ રિક્શા સ્ટેન્ડનું માત્ર એક મહિનામાં બાળ- મરણ થયું હતું. તેને ગત 5મી તારીખે બંધ કરવામાં આવ્યું હતું. રિક્શા સ્ટેન્ડ સાથે સંકળાયેલા લોકોએ પોલીસ દ્વારા સહયોગ નહીં મળવા તેમજ લોકો યોગ્ય ઉપયોગ નહીં કરતા હોવાથી ખોટ ગયાનું કારણ જણાવ્યું હતું.

શહેરમાં બહારગામથી આવતા મુસાફરોને સલામતી અને યોગ્ય ભાડામાં નિયત સ્થળે જવા મળે તે માટે રલવે દ્વારા પ્રિપેડ રિક્શા સ્ટેન્ડ શરૂ કર્યું હતું. જે સ્ટેન્ડ માટે 75 જેટલા રિક્શા ચાલકોએ નામ નોંધાવી રૂ. 200 ફી ભરી હતી. જોકે એક મહિનામાં માત્ર 700 લોકોએ ઉપયોગ કરતાં કર્મચારીનો પગાર ચૂકવવું કપરું બન્યું હતું. પ્રિપેડ રિક્શા સ્ટેન્ડના સંચાલક અનવર શેખ દ્વારા જણાવ્યા મુજબ ત્રણ યુવાનો ત્રણ શિફ્ટમાં કામ કરતા હતા.જેમનો પગાર રૂ. 21000 ચૂકવવા જેટલી આવક થઇ નહોતી. તેથી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

1 મહિનામાં માત્ર 700 લોકોએ ઉપયોગ કર્યો

75 જેટલા રિક્શા ચાલકોએ નામ નોંધાવ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...