• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • Vadodara - પ્રોડક્ટ ડિસ્પ્લે કેવી રીતે કરવી તેનું રિસર્ચ કરી MRIDના વિદ્યાર્થીઓએ ડિસ્પ્લે યોજ્યું

પ્રોડક્ટ ડિસ્પ્લે કેવી રીતે કરવી તેનું રિસર્ચ કરી MRIDના વિદ્યાર્થીઓએ ડિસ્પ્લે યોજ્યું

બેચલર અને માસ્ટર્સના ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓનું વિઝ્યુલ મર્ચેન્ડાઇઝનિંગનું ડિસ્પ્લે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Vadodara - પ્રોડક્ટ ડિસ્પ્લે કેવી રીતે કરવી તેનું રિસર્ચ કરી MRIDના વિદ્યાર્થીઓએ ડિસ્પ્લે યોજ્યું
વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલું ડિસ્પ્લે.

સિટી રિપોર્ટર | વડોદરા

MSUની MRIDના બેચલર અને માસ્ટર્સના ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓનું વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝનિંગ ડિસ્પ્લે યોજાયું હતું. માલતી બાગમાં યોજાયેલા ડિસ્પ્લેમાં વિદ્યાર્થીઓએ વિવિધ બ્રાન્ડની પ્રોડક્ટ્સનું વિઝ્યુઅલ ડીસપ્લે કર્યું હતું. MRIDના પ્રો.અંજુ પવારે જણાવ્યું હતુ કે, ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને સિલેબસ મુજબ વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝ વિષય ભણાવાય છે. જેમાં અંતર્ગત વિદ્યાર્થીઓનો ત્રણ અઠવાડિયાનો વર્કશોપ યોજાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કરેલા કામને પ્રદર્શિત કરાય છે. વિદ્યાર્થિની તીર્થા ગજેરાએ જણાવ્યું હતુ કે, વર્કશોપમાં ગ્રૂપવર્ક કરવાનું હતું. જેમાં પહેલા માર્કેટ સર્વે કર્યો હતો. જેમાં ક્લોથ્સ, બેગ્સ, શુઝ, જ્વેલરી અને અન્ય પ્રોડક્ટ્સને મોટા શોરૂમમાં કેવી રીતે ડીસપ્લે કરવામાં આવે છે અને ગ્રાહકો કેવી રીતે પ્રોડક્ટની સાથે કોમ્યુનિકેશન કરી શકે છે તેનું રીસર્ચ કર્યું હતુ. ત્યારબાદ જે તે પ્રોડક્ટના કલર, મટિરીયલ્સ અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ઉપરાંત પસંદગી કરાયેલ પ્રોડક્ટના એડ કેમ્પેઇનનો પણ અભ્યાસ કરવામાં આ‌વ્યો હતો. ત્યારબાદ ગ્રૂપ દ્વારા થીમ અનુસાર પસંદગીના પ્રોડક્ટની ટેગલાઇન અને અન્ય વસ્તુઓને ધ્યાનમાં રાખી ડીસપ્લે કરવામાં આવી હતી.

એક્સપર્ટ વૈભવ પરમારના જણાવ્યા અનુસાર તમામ બ્રાન્ડ દ્વારા વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝના અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓની ડીમાન્ડ વધી છે. એક્ઝિબીશનમાં સ્ટુડન્ટનું ઇવેલ્યુશન કરવામાં આ‌વ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ પાસે સ્કીલ છે.

Product Display

પ્રોડક્ટની ટેગલાઇનથી લઇને સ્પેસિફિકેશનને મહત્ત્વ અપાયું છે

X
Vadodara - પ્રોડક્ટ ડિસ્પ્લે કેવી રીતે કરવી તેનું રિસર્ચ કરી MRIDના વિદ્યાર્થીઓએ ડિસ્પ્લે યોજ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App