Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરોડિયામાં જુગાર રમતાં 8 પકડાયા
વડોદરા| જવાહરનગરપોલીસે કરોડિયા ગામના ખુલ્લા ખેતરમાં બપોરના સુમારે જાહેરમાં જુગાર રમી રહેલા 8 શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ ઉપરાંત મોબાઇલ ફોન અને બાઇક મળીને 1,68,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કરોડિયામાં કૃષ્ણ નગર 1ની પાછળ આવેલા ઠાકોરભાઇના ખેતરમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં મનીષ વિનુ પરમાર (રહે, સુમન પાર્ક, સમતા ફ્લેટ પાછળ), નૂતન કનૈયાલાલ આચાર્ય (રહે, સત્યમ્ એપાર્ટમેન્ટ, ગોરવા), મુનાવર ઇબ્રાહિમ બેલીમ (રહે, મસ્જિદ મહોલ્લો, ગોરવા), નિરવ ત્રિકમ પટેલ (રહે, નીલેશ નગર, ગોરવા), જયેશ અરવિંદ દેસાઇ (રહે, ગ્રીન સો., ગોત્રી રોડ) , સતીશ ઇશ્વર તિવારી (રહે, ગોરવા ગુ.હા.બોર્ડ), વાસુ કાભાઇ માળી (રહે, કૃષ્ણનગર, કરોડિયા) તથા મૂકેશ મગન બારિયા (રહે, સોમસીંગ નગર ગોરવા) જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી ~34,100 તથા 7 મોબાઇલ અને 7 બાઇક મળીને ~1,68,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.