તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહેરનાં 1200 અતિ ગંભીર કુુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં 1200 અતિ ગંભીર કુુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા અભિયાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લાએ સમગ્ર રાજ્યને કુપોષણમુક્ત વડોદરા અને સ્વસ્થ વાત્સલ્ય યોજના દ્વારા સુપોષિત અને તંદુરસ્ત બાળ પેઢીના ઘડતરની દિશામાં પહેલ કરી હતી. ત્યારબાદ હવે વડોદરા મહાનગર પાલિકાએ પણ ઔષધિય આહારથી શહેરનાં અંદાજે 1200 જેટલાં અતિગંભીર કુપોષિત બાળકોને તંદુરસ્ત-સુપોષિત બનાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. અભિયાનનો પ્રારંભ કરાવનાર વડોદરા રાજ્યનું પહેલું મહાનગર બન્યું છે.

શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં અાયોજિત કાર્યક્રમમાં મેયર ભરત ડાંગરે 30 જેટલી આંગણવાડીઓ હેઠળના અને સાયન્ટિફિક સ્ક્રીનિંગ દ્વારા અતિગંભીર કુપોષિત બાળકો તરીકે અલગ તારવાયેલાં બાળકોની માતાઓને બાળ અમૃતમ્ થેરાપ્યુટિક ફૂડનું વિતરણ કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મેયરે પ્રસંગે જણાવ્યું હતું કે,વિકાસનાં કામોમાં અગ્રેસર રહેતા વડોદરાએ માનવ વિકાસનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જેના દ્વારા અતિગંભીર કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવાની દિશા વડોદરાએ દેશના શહેરોની મહાનગર પાલિકાઓને બતાવી છે.

મ્યુ.કમિશનર ડૉ.વિનોદ રાવે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોની સંખ્યા અંદાજે 1.60 લાખ જેટલી છે. તે પૈકી 56 હજાર જેટલાં બાળકોનું સાયન્ટિફિક સ્ક્રીનિંગ કરાયું છે. જેમાં અતિગંભીર કુપોષિત બાળકો 370 થી 380 જેટલાં જણાયા હતા. સમગ્ર શહેરમાં આવાં બાળકોની સંખ્યા 1200 જેટલી હોવાની શક્યતા છે. તમામને બાળ તંદુરસ્તી માટેના આયોજન હેઠળ આવરી લેવાશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં વડોદરા મહાનગર પાલિકાએ બાળ પોષણ અભિયાનની પહેલ કરી છે. અભિયાનનાં સારાં પરિણામો ચાર મહિનામાં મળવાની ધારણા છે.

અતિકુપોષિત બાળકોને અમૂલ સહયોગથી બનાવવામાં આવેલી બાળ અમૃતમ્ પેસ્ટમાં સિંગદાણા, દૂધનો પાઉડર અને સુગરના મિશ્રણ દ્વારા સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઊણપ નિવારવાની ક્ષમતા છે.

5 વર્ષ સુધીની ઉંમરના 56,000 બાળકોનું સાયન્ટિફિક સ્ક્રીિનંગ કરાયું

અભિયાનનો પ્રારંભ કરાવનાર વડોદરા રાજ્યનું પહેલું મહાનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો