તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડીજીલોકર: લાઇસન્સ, પીયુસી,RCબુકની કોપી માન્ય ગણાશે

ડીજીલોકર: લાઇસન્સ, પીયુસી,RCબુકની કોપી માન્ય ગણાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ દ્વારા વાહન ચાલકો પાસે ચેકિંગ દરમિયાન ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડીની આર.સી બુક અથવા પી.યુ.સી જેવા મહત્ત્વના ડોક્યુમેન્ટ છે કે કેમ તેની ખાતરી કરવા માંગે છે, ત્યારે કેટલાક વાહન ચાલકો પાસે મહત્ત્વના ડોક્યુમેન્ટ જોડે ન હોવાથી તેમણે દંડ ભરવો પડે છે. પરંતુ હવે તે દંડથી છુટકારો મેળવવા વાહન ચાલકો મહત્ત્વના દસ્તાવેજો ડીજીલોકર મોબાઇલ એપના માધ્યમથી પોલીસને બતાવી શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ યુગની શરૂઆત કરવામાં આવી છે. પહેલાં બેન્કિંગ સિસ્ટમ ડિજિટલ કરાઈ ત્યાર બાદ હવે વાહન ચાલકોને રાહત અપાવતી ભારત સરકાર દ્વારા ડીજીલોકર મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ડીજીલોકર મોબાઇલ એપમાં વાહન ચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સ, પી.યુ.સી તેમજ આર.સી સહિતના મહત્ત્વના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરી શકે છે. સ્કેન કોપી અપલોડ કર્યા બાદ આર.ટીઓના ડેટા સાથે તેનું વેરિફિકેશન થાય છે. વાહન ચાલકની વિગતો આરટીઓના ડેટા સાથે ચકાસણી થતાં વેરિફાઇડનો મેસેજ મળે છે.

જેથી વાહન ચાલક ડીજીલોકર મોબાઇલ એપનો ઉપ્યોગ કરી સરળતાથી પોલીસને જરૂરી દસ્તાવેજો બતાવી શકશે. જોકે આ ભારત સરકારની આ મોબાઇલ એપ્લિકેશનને શહેરના આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માન્યતા અપાઇ છે.

ભાસ્કર વિશેષ
1,34,86,623
યુઝર્સે દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું

ડીજીલોકર માન્ય ગણાય
ડીજીલોકર માન્ય ગણાય
ડીજીલોકર મોબાઇલ એપ્લિકેશન સરકાર માન્ય છે. જેથી તેમાં અપલોડ થતા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન આર.ટી.ઓના ડેટા સાથે ચકાસણી કરવામાં આવે છે. જેથી આ મોબાઇલ એપ્લિકેશનને માન્ય ગણી શકાય છે.કમિશન ઓફ ટ્રાન્સપોર્ટ તરફથી પરિપત્ર મળતાં અમલ શરૂ કરાશે. ડી.ડી પંડ્યા, આર.ટી.ઓ

ડીજીલોકર મોબાઇલ એપ્લિકેશન સરકાર માન્ય છે. જેથી તેમાં અપલોડ થતા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન આર.ટી.ઓના ડેટા સાથે ચકાસણી કરવામાં આવે છે. જેથી આ મોબાઇલ એપ્લિકેશનને માન્ય ગણી શકાય છે.કમિશન ઓફ ટ્રાન્સપોર્ટ તરફથી પરિપત્ર મળતાં અમલ શરૂ કરાશે. ડી.ડી પંડ્યા, આર.ટી.ઓ

61
સંસ્થાઓ જોડાઈ

23
સંસ્થાઓની ચકાણી કરી જોડાશે

291,47,87,221
ડોક્યુમેન્ટ ઈશ્યૂ કરી સેવાનો લાભ લે છે

અન્ય સમાચારો પણ છે...