અંતરિયાળ ગામોની 10 શાળામાં ટોઇલેટ બનાવાયાં

ભાસ્કર વિશેષ ટોઇલેટ ન હોવાના કારણે શાળામાં વિદ્યાર્થિનીઓની સંખ્યા ઘટતીં જોઈ લાયન્સ કલબ ઓફ બરોડાએ અભિયાન...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
અંતરિયાળ ગામોની 10 શાળામાં ટોઇલેટ બનાવાયાં
ગામડાંઓની શાળાઓમાં ટોઇલેટ ન હોવાના કારણે વિદ્યાર્થિનીઓની ઘટતી સંખ્યા જોઈને લાયન્સ ક્લબ ઓફ બરોડા (મેઇન)ના ભૂતપૂર્વ પ્રમુખ ધીરુ મિસ્ત્રીએ અંતરિયાળ ગામોની શાળાઓમાં ટોઇલેટ નંખાવવાની શરૂઆત કરી છે. અત્યાર સુધી ધીરુ મિસ્ત્રીએ લાયન્સ ક્લબના માધ્યમથી 10 જેટલી શાળાઓમાં ટોઇલેટ બનાવડાવ્યાં છે. જેના કારણે આ તમામ શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે.ધીરુ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,કામના આવેગની શરૂઆત જ બાથરૂમથી થતી હોય છે. જેના કારણે બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે.

ધીરુ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, દાખલા સ્વરૂપે નર્મદા જિલ્લાના ઉમરવા ગામે આવેલ ઇન્દ્રજીત વિદ્યાલય સ્કૂૂલનાં 60 વર્ષ પૂરાં થતાં હું આ સ્કૂલમાં ગયો હતો. સ્કૂલની વિઝિટ દરમિયાન બાથરૂમના દરવાજામાં તિરાડો પડી ગઈ હતી. મેં પહેલાં તો બાથરૂમના દરવાજા બદલવા માટે જણાવ્યું હતું. જે બાદ ઉમરવા ગામમાં જ 6 ટોઇલેટ બનાવ્યાં હતાં. આ ઘટના બાદ અંતરિયાળ ગામો કે જ્યાં સરકારની સહાય ન પહોંચી હોય તેવાં ગામોમાં શાળાઓની સ્થિતિ જાણવા માટેની કોશિશ કરી હતી. જેમાં કેટલાંક ગામોની શાળાઓમાં ટોઇલેટ ન હોવાનું બહાર આવ્યું હતું. ધીરુ મિસ્ત્રીએ લાયન્સ ક્લબ ઓફ બરોડા થકી સહાય મેળવીને નંદેસરી પાસે આવેલા મોક્ષી ગામની સ્કૂલમાં, સિંધરોટના દરજીપુરા ગામની શાળામાં, રાજપીપળા પાસેના પાણેથા ગામની નવદુર્ગા સ્કૂલમાં, જાંબુઘોડા નજીક ચાલવડ ગામની આશ્રમ શાળા તેમજ દેવગઢ બારિયાથી 30 કિમી દૂર આવેલ ફાંગિયા ગામની આશ્રમ શાળામાં બાથરૂમ-સંડાસ બનાવવાનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે. જ્યારે હાલ પાવાગઢના માચીમાં આવેલી સ્કૂલમાં ટોઇલેટ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર દ્વારા પણ ગામડાંઓની શાળાઓમાં ટોઇલેટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, ુ કોઈક કારણે આ પ્રોજેક્ટ શરૂ ન થતાં ં ધીરુ મિસ્ત્રીએ લાયન્સ ક્લબ ઓફ બરોડા મારફતે આ કામ શરૂ કર્યું છે.

લાયન્સકલબ વડોદરા દ્વારા અંતરિયાળ ગામાેમાં ટોયલેટ બનાવાયાં હતાં

X
અંતરિયાળ ગામોની 10 શાળામાં ટોઇલેટ બનાવાયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App