• Gujarati News
  • National
  • શહેરના યુવાનોના સ્ટાર્ટઅપને ગુજરાતના બેસ્ટ 25માં સ્થાન મળ્યું

શહેરના યુવાનોના સ્ટાર્ટઅપને ગુજરાતના બેસ્ટ 25માં સ્થાન મળ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટાર્ટઅપ સમિટમાં વડોદરાને રિપ્રેઝન્ટ કરતા નિખિલ સુથાર.

ગુજરાતના 1500 થી વધુ સ્ટાર્ટઅપમાંથી શહેરના પ્રૉફિઝમને ઈન્ડો-ઇઝરાયેલ ઇનોવેટિવ ઇન્ટેટિવમાં આમંત્રણ મળ્યું : તેમનું સ્ટાર્ટ અપ સિલેક્ટ થયું
નિખિલ સુથાર તથા કુમાશ શાહે અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ પ્રસ્તુત કર્યું
સિટી રિપોર્ટર | વડોદરા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા ઈન્ડો-ઇઝરાયેલના ઉદ્યોગ સાહસિયોને પ્લેટફોર્મ મળી રહે તે માટે અમદાવાદના ડીઓ ધોલેરા ખાતે આવેલા આઈ ક્રિએટ ખાતે ઇનોવેટિવ ઇન્ટેટિવ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના 1500થી વધુ સ્ટાર્ટઅપમાંથી 25 જેટલા ઉદ્યોગસાહસિયો સહિત ભારતના 100 જેટલા અને ઇઝરાયેલના 100 જેટલા ઉદ્યોગસાહસિયોને એક છત નીચે લાવવામાં આવ્યા હતા. જેની પાછળનો મુખ્ય હેતુ બંને દેશના ઉદ્યોગસાહસિયો એક બીજા સાથે કામ કરી શકે અને એક બીજાના આઈડિયા શેર કરી શકે તે હતો. તેમ શહેરના યુવા ઉદ્યોગસાહસિક એવા નિખિલ સુથારે જણાવ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું કે તેમના પ્રૉફિઝમ સ્ટાર્ટઅપને ગુજરાતના 25 સ્ટાર્ટઅપમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તેમને આ સમિટમાં જવાનો અવસર મળ્યો હતો. ઇઝરાયેલના માયરેસ્ટિકા ટેક્નોલોજીસ-યુઝર આઉટરિચિંગ વિભાગ અને ઈગનાઇટેડ માઈન્ડસ - સ્કીલસેટ ડેવલોપમેન્ટ દ્વારા આવનાર સમયમાં પ્રૉફિઝમ સાથે એમઓયુ થશે તેવી શક્યતા પણ સેવી હતી.

પ્રૉફિઝમ સ્ટાર્ટઅપની આ છે વિષેશતાઓ
છ મહિના પહેલા શરૂ કરવામાં આવેલા પ્રૉફિઝમ સ્ટાર્ટઅપમાં હાલમાં 29,000થી વધુ લોકો જોડાયેલા છે. 125થી વધુ કંપનીઓ અને 45થી વધુ કોલેજો સાથે 4 યુનિવર્સિટીઓ જોડાયેલી છે. પ્રૉફિઝમ સાથે વડોદરા, અમદાવાદ, આણંદ અને ગાંધીનગરની કોલેજો અને યુનિવર્સિટીના 200થી વધુ કેમ્પસ એમ્બેસેડર્સ જોડાયેલા છે, જે પ્રૉફિઝમ માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે.

કંપનીઓને સીધી રીતે જોડી દેવામાં આવે છે
વિદ્યાર્થીઓને ભણતર પ્રાપ્ત કર્યા પછી તરત જ નોકરી મળી રહે તે માટે ભારતભરની કોલેજો અને યુનિવર્સિટી સાથે કંપનીઓને સીધી રીતે જોડી દેવામાં આવે જેથી કરીને કંપનીઓને નોકરીલક્ષી યોગ્ય ઉમેદવાર પ્રાપ્ત થઈ શકે તે હેતુથી અમે પ્રૉફિઝમ નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી અને આજે 800થી વધુ વિદ્યાર્થીઓને જોબ અપાવી ચુક્યા છે.  કુમાશ શાહ, ફાઉન્ડર, પ્રૉફિઝમ સ્ટાર્ટઅપ

અન્ય સમાચારો પણ છે...