• Gujarati News
  • National
  • ઇન્ટિગ્રેટેડ એરપોર્ટમાં રેસ્ટોરન્ટનો પ્રારંભ

ઇન્ટિગ્રેટેડ એરપોર્ટમાં રેસ્ટોરન્ટનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના નવનિર્મિત ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગ ખાતે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે રેસ્ટોરન્ટની સુવિધાનો પ્રારંભ થયો છે. રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ સહિતનું જમવાનું મળશે. આ રેસ્ટોરન્ટ સિક્યુરિટી હોલ્ડ એરિયામાં હોવાથી મુસાફરોને જ ઉપયોગી થશે. રેસ્ટોરન્ટના ઉદ્ઘાટક એરપોર્ટ ડાયરેક્ટર ચરણસીંગે જણાવ્યુ હતું કે, 15 દિવસમાં પહેલા મજલે વિઝિટર એરિયામાં પણ એક આવું જ આધુનિક રેસ્ટોરન્ટ શરૂ થશે. તેમજ બે મહિનામાં ગ્લોબવાળું રેસ્ટોરન્ટ 24/7 ચાલુ થશે.

અન્ય સમાચારો પણ છે...