• Gujarati News
  • National
  • શ્રીજી સવારી પર પથ્થરમારો કરનાર 2 તોફાની જેલહવાલે

શ્રીજી સવારી પર પથ્થરમારો કરનાર 2 તોફાની જેલહવાલે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા દીવસ અગાઉ શહેરના ચાર દરવાજા વિસ્તારમાંથી મધરાત્રે પસાર થઈ રહેલી મહેતાપોળની શ્રીજી યાત્રા પર થયેલા પથ્થરમારાના બનાવમાં સિટી પોલીસે જુનેદ મહંમદ હનીફ મલેક અને ઐયાઝ ઉર્ફે કાલિયો મોહંમદમિયા અરબની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે તોફાનમાં દેશી બોંબ અને પાઇપ બોંબના કરાયેલા ઉપયોગ અંગે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ નામચીન લાલુ અંડો અને અજ્જુ સિંધીની પણ શોધખોળ શરૂ કરી છે. બંને આરોપીઓને શોધવા માટે પોલીસે ધોંસ વધારતાં બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેના પગલે તેમનાં આશ્રયસ્થાનોની તપાસ ચાલી રહી છે.

બીજી બાજુ તોફાનો પૂર્વયોજિત કાવતરું હોવાનું બહાર આવતાં પોલીસ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે. અલબત્ત, વધુ કોઇ આરોપીની ધરપકડ થઇ નથી.

તોફાનમાં દેશી બોંબ અને પાઇપ બોંબના કરાયેલા ઉપયોગ અંગે તપાસ શરૂ

તોફાનના સૂત્રધારો અજ્જુ સિંધી-લાલુ અંડો હજુ પણ પોલીસ પહોંચથી દૂર

અન્ય સમાચારો પણ છે...