• Gujarati News
  • National
  • પિતાએ અભયમ હેલ્પલાઇનની મદદ માગી : આખરે મહિલાને હેમખેમ ઘરે પહોંચાડાઇ

પિતાએ અભયમ હેલ્પલાઇનની મદદ માગી : આખરે મહિલાને હેમખેમ ઘરે પહોંચાડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેરોજગારપતિથી કંટાળી પત્નીએ પતિનું ઘર ત્યજી દિધું હતું, છતાં પતિ પિયરમાં આવીને પણ ઝધડો કરતા પરિણીતા અને તેના પિતાએ પોલીસને અરજી આપી હતી. દરમિયાન મહિલા પિતાના ઘરેથી મારે નથી જીવવું તેમ કહીને જતી રહી હતી. જેને પગલે પિતાએ અભયમની મદદ માગી હતી. અભયમની ટીમે મહિલાને સુરસાગર પાસેથી શોધીને હેમખેમ ઘરે પહોંચાડી હતી

શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી સંગીતા(પાત્રોના નામ બદલ્યા છે)નાં લગ્ન પાંચ વર્ષ પહેલાં સંજય સાથે થયાં હતાં. લગ્નના સમયે સંજય એક કારખાનામાં નોકરી કરતો હતો, પણ લગ્ન બાદ સિઝનલ વસ્તુઓનો બિઝનેસ કરવાની શરૂઆત કરી હતી. બિઝનેસ સિઝનલ વસ્તુઓનો હોવાના કારણે વર્ષમાં ઘણી વખત બેકાર રહેવાનો વારો આવતો, જેના કારણે સંગીતા અને સંજય વચ્ચે વારંવાર ઝઘડો થતો, ઘણી વખત વાત મારઝૂડ સુધી આવી જતી હતી.

લગ્નનાં બે વર્ષ બાદ સંગીતા અને સંજયના ઘરે બાળકનો જન્મ થયો. બાળક આવ્યા પણ સંજયનો બિઝનેસ ચાલતો હોવાથી તે ઘરે રહેતો હતો. વાતથી કંટાળી સંગીતા સંજયના પરિવાર સાથે પણ ઝઘડો કરતી હતી, છતાં વાતનો નિવેડો આવતો. અંતે કંટાળી સંગીતાએ પોતાના પિયરમાં જવાનો નિર્ણય કર્યો હતો. ટૂંક સમય પહેલા સંગીતાના પિયરમાં આવીને પણ સંજયે ઝઘડો કર્યો હતો. વાતથી સંગીતા વધુ ડિપ્રેશનમાં આવી ગઇ હતી. પણ સંગીતાના પરિવારે તેને સમજાવી સંજય અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.

સંગીતાનો પરિવાર કાંઇ કરે તે પહેલાં સંજયે ફરી તેના ઘરે આવીને તેની સાથે ઝઘડો કર્યો હતો, તેથી સંગીતા ગુસ્સામાં મારે નથી જીવવું તેમ કહી તેના બાળક સાથે ઘરેથી નિકળી ગઇ હતી. વાતની જાણ થતા સંગીતાના પિતાએ તુરંત 181 મહિલા હેલ્પ લાઇનને ફોન કરી મદદ માગી, જેથી અભયમની ટીમે સંગીતાની તપાસ હાથ ધરી હતી. થોડા કલાકોમાં સંગીતા સુરસાગર તળાવની આસપાસ હોવાનું જણાતાં અભયમની ટીમે સ્થળ પર પહોંચી તેને પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી, જ્યાં માતા-પિતા સાથે તેની આપવીતી જાણી અભયમના કાઉન્સિલર્સે સંજયને સમજાવવાની વાત કરી હતી.

સંગીતાના પિતાનું કહેવું હતું કે, તે પોતાની પુત્રીને પાછી નથી મોકલવા માગતા. તેથી સંજય વિરુદ્ધ ફરિયાદ કરવી છે. જેથી ફરિયાદ કરવા બાબત સંગીતાના પિતા અને પરિવારને અભયમની ટીમે નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા હતા.

મારે નથી જીવવંુ તેમ કહી નીકળેલી મહિલાને શોધવા દોડધામ

અન્ય સમાચારો પણ છે...