તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્લાસ્ટિક કરન્સી અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ફ્રોડ ટાળી શકાય છે

પ્લાસ્ટિક કરન્સી અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ફ્રોડ ટાળી શકાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીઇન્સ્ટિટ્યુટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ ખાતે ગવર્નમેન્ટ સંસ્થા દ્વારા એન.આઇ.ઇ.એલ.ઇ.ટી. દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિજિટલ પેમેન્ટનાં વિવિધ ફોર્મ વિશે વાત ચર્ચા કરવામાં આવી હતી. સેમીનારમાં સ્પીકર શેરસિંહ સોલંકીએ ડિજિટલ પેમેન્ટ વિશે નોલેજ ફેલાવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું ક, પ્લાસ્ટીક કરન્સને વધારે મહત્ત્વ આપવું અને મોટાભાગના લોકોને ડિજિટલ પેમેન્ટ વિશે જાગૃત કરવા જોઇએ. જેથી મોટાભાગનાં ફ્રોડને ઓળખી શકાય અને ફ્રોડ થતા અટકાવી શકાય છે. ડિજિટલ પેમેન્ટને સહકાર આપવાથી દેશમાં ડેવલપમેન્ટ થશે અને દેશનું ઇન્ફ્રાસ્ટ્રકચર વધારે મજબુત બની શકશે. દેશની ઇકોનોમીમાં સફળતા વાળો બદલાવ લાવવો હોય તો ડિજિટલ પેમેન્ટને આગળ વધારવું ખૂબ જરૂરી છે. તેમ સ્પીકરે ટોક દરમિયાન જણાવ્યું હતું. ડિજિટલ પેમેન્ટને સપોર્ટ કરવા માટે એન.આઇ.ઇ.એલ.ઇ.ટી. દ્વારા દિલ્હી, જયપુર, કલકતા, મુંબઇ અને ચૈન્નાઇ જેવા વિવિધ શહેરોમાં કાર્યક્રમ કરાય છે.

શેરસિંહ સોલંકી

Digital Awarness

અન્ય સમાચારો પણ છે...